ટાઈગર’ને આવી સલાહ કઈ અભિનેત્રીએ આપી ?
તાજેતરમાં અભિનેત્રી રાની મુખરજી ‘બિગ બોસ’ની મહેમાન બની હતી ત્યારે તેણે ડીઅર સલ્લુને આવી સુફિયાણી સલાહ આપી હતી. તેણે ખુલ્લંખુલ્લા કહ્યું કે સલમાન તું લગ્ન કરી લે તેવું હું નહીં કહું પણ તું જલ્દી બચ્ચા પેદા કરી લે.
બાય ધ વે, સલમાન ખાન અને રાની મુખરજીએ ફિલ્મો ‘હેલ્લો બ્રધર’ અને ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’માં સાથે કામ કર્યું હતું. આ સિવાય ‘ટાઈગર’ના પ્રોડયુસર રાનીના હસબન્ડ આદિત્ય ચોપરા છે.
એક જૂની વાત કરું તો જયારે સલમાન અને શાહરુખ વચ્ચે અન-બન થઈ ગયેલી ત્યારે રાની વ્યાધી કરતી હતી. તેણે એક શોમાં સલમાનને કહ્યું પણ હતું કે મને તારી સાથે દોસ્તી છે ને શાહરુખ સાથે ય સારું બને છે એટલે પ્લીઝ તમે બન્ને જલ્દી ‘બિલ્લા’ કરી લ્યો.
બાય ધ વે, રાની મુખરજીની ફિલ્મ ‘હીચકી’ રજૂઆતના પંથે છે. સ્વાભાવિક રીતે જ ‘ઘરના જ ભૂવા ને ઘરના જ ડાકલા’ની કહેવતાનુસાર રાનીનો હસબન્ડ આદિત્ય જ નિર્માતા છે. અસલમાં રાની ‘બિગ બોસ’માં ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. તેણે સલમાનસાથે જમકર મસ્તી કરી હતી.
ટાઈગર ઝિન્દા હે, લેકિન ડરા હુઆ હે
ટાઈગર ઝિન્દા હે લેકિન ડરા હુઆ હે… જી હા, સલમાન ખાનને રાજસ્થાનના એક ગેંગસ્ટર બિશ્નોયે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારથી તેને ઓફિશ્યલ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. જી હા, તેનો પર્સનલ બોડીગાર્ડ શેરા કાફી, નથી. હમણાં ફિલ્મ ‘રેસ-૩’ના શુટિંગના લોકેશન આસપાસ શંકાસ્પદ મારાઓ ફરતા હોવાની બાતમી બાદ ‘ભાઈજાન’ ને અલગ ગાડીમાં બેસાડીને સુરક્ષિત ઘરે લઈ જવાયો હતો. સલમાનને હમણારં પબ્લિક વચ્ચે ન જવા કહેવાયું છે તે બહારથી ભલે “કોઈના બાપથી નથી બીતો તેવો દેખાવ કરે પણ અંદરથી તો તે પણ કદાચ અસલામતી અનુભવતો હશે.