સલમાન ખાનનો ટીવી શૉ ’10 કા દમ’ના ઘણા ફની પ્રોમો પણ રીલીઝ થયા છે ત્યારે સલમાન ખાનનો નવો પ્રોમો રીલીઝ થતાં તે કઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યો. આ પ્રોમોમાં સલમાન ખાન થોડા સિરિયસ અંદાજ સાથે જોવા મળ્યો હતો.
આ નવા પ્રોમોમાં સલમાન ખાન ઈન્ડિયાને ગેમ શોમાં ભાગ લેવાનું આમંત્રણ આપતા નજર આવ્યા છે. સલમાન ખાનના આ નવા પ્રોમોએ તેમના ચાહકોને વધારે ઉત્સાહિત કરી નાખ્યા છે.સલમાન ખાનના ફેન્સ આ શૉ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે.
આની પહેલા જે પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો હતો તેમાં સલમાન ખાન એવું કહેતા નજર આવ્યા હતા કે, કેટલા ટકા લોકો છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે ઇંગ્લિશ બોલે છે. આ પ્રોમોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ત્યર બાદ સલમાન ખાન દ્વારા એક બીજો પ્રોમો પણ રીલીઝ કરવામાં આવ્યો હતો જેમાં તે લોકોને પૂછે છે કે કેટલા ટકા લોકો લગ્નની બુરાઈ કરે છે. આ પ્રોમોને પણ લોકોએ ખૂબ પસંદ અને શેર કર્યો હતો. ત્યારબાદ સલમાન ખાન દ્વારા હવે આ ત્રીજો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ પ્રોમો લોકોને કેવા ઉત્સાહિત કરે છે અને કેવી ધમાલ મચાવે છે.
#DusKaDum hai khel anumaan ka, @BeingSalmanKhan ka aur poore Hindustan ka! Toh kya aap taiyaar hai ? Kyunki aa raha hai Salman Khan lekar #DusKaDum 4th June raat 8:30 baje sirf Sony Entertainment Television par. pic.twitter.com/ke2SknXQyf
— Sony TV (@SonyTV) May 19, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com