સલમાન ખાન આ દિવસોમાં એક થા ટાઈગરની સિકવલ ફિલ્મ ટાઈગર જિંદા હૈમાં વ્યસ્ત છે. ત્યાર બાદ પોતાની સુપરહિટ ફિલ્મ દબંગ સીરિઝનો ત્રીજા પાર્ટનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના બંને પાર્ટમાં સલમાન પુલિસ ઓફિસર ચુલબુલ પાંડેના કિરદારમાં જોવા મળ્યો હતો. જે ઘણું મશહૂર થયું હતું. દર્શકોને આ સિરીજનો ત્રીજ પાર્ટનો ઘણો બેસબ્રિથી રાહ જોઈ રહ્યા છીએ. દબંગ સિરીજના પ્રોડ્યુસર અરબાસ ખાનનું કહેવું છે કે તે આ ફ્રેંચાઇજિની નવી સિકવલની સ્ટોરી પર કામ કરી રહ્યા છે. અને આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે.
અરબાસ ખાને પોતાની ફિલ્મ તેરા ઇંતજારના ટ્રેલર લોન્ચ સમયે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. ટ્રેલર લોન્ચ સમયે સની લિયોની પણ હાજર રહી હતી જ્યારે અરબાસજે સની પાસે મુનની બદનામ જેવા આઈટમ સોંગ કરાવાની વાત કહી ત્યારે અરબાસે કહ્યું કે શા માટે નહીં અને તેમણે મુનની જ કેમ કોઈ બીજી ભૂમિકા આપી શકે છે.