સલમાન ખાન બહુ જલ્દી ‘બિગબોસ ૧૧’ ને લઈને એકવાર ફરીથી દર્શકોની સામે હાજર થવાના છે પરંતુ તેની પહેલા મંગળવારે ૨૬ સપ્ટેમ્બરે આ શોની લોન્ચ ઇવેન્ટ પર સલમાન ખાનની ઘણી વાતોનો ખુલાસો કર્યો છે.બિગબોસ ૧ ઓકટોબરે પ્રસારિત થશે. ત્રણ મહિના સુધી સલમાન ખાનની સાથે બિગબોસના ઘરવાળાને જોવું વધારે દિલચસ્પ હશે.લોન્ચ ઇવેન્ટ પર સલમાને કહ્યું કે, દરેક વખતે તે આ શોને હોસ્ટ કરવાનો ઇનકાર કરી દે છે પરંતુ અંતમાં તેમને પરત આવવું પડે છે. સલમાને એક અન્ય વાતનો ખુલાસો કરતા કહ્યું કે, તેમનું આ શોમાં હોવું જ ટીઆરપીનું સાચું કારણ છે.
સલમાનને આ ઇવેન્ટ પર તેમના શ્રેષ્ઠ પાડોશી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારા માતા-પિતા મારી નીચેવાળા ફ્લોર પર રહે છે અને તે જ મારા શ્રેષ્ઠ પાડોશી છે.આ સિવાય એવી ખબર પણ સામે આવી રહી છે કે, સલમાન ખાન બિગબોસ હોસ્ટ કરવા માટે દરેક એપિસોડના ૧૧ કરોડ રૂપિયા લે છે. આ પ્રશ્ન પર કલર્સના સીઈઓ રાજ નાયકે કહ્યું કે, સલમાન ખાન આટલા સસ્તામાં આવતા નથી. જો કે, આ પ્રશ્ન પર સલમાન કંઈ બોલ્યા નહિ.
બિગબોસ સીઝન ૧૧ બહુ જલ્દી શરુ થવાની છે. અત્યારથી જ લોકોમાં બિગબોસનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સીઝનના કેટલાક પ્રોમો રીલીઝ પણ કરવામાં આવ્યા છે. પ્રોમો જોઈ એવું લાગી રહ્યું છે કે, બિગબોસની આ સીઝન રોમાંચથી ભરપૂર હશે.
કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે.આ વર્ષે બિગબોસના ઘરમાં અંડરગ્રાઉન્ડ જેલ હશે જ્યાં કેટલાક સિક્રેટ કન્ટેસ્ટંટને મોકલવામાં આવશે. આ સિઝનના બંને પ્રોમો રિલીઝ થઇ ગયા છે. જો કે, હજુ સુધી ફાઈનલ કન્ટેસ્ટંટનું લિસ્ટ સામે આવ્યું નથી.આ વખતે ઘરમાં થોડા સમય માટે લાઈટ પણ જશે અને અંધારાથી બચવા માટે ઘરવાળાને કેટલીક મીણબત્તી આપવામાં આવશે. આ બધું જાણી તમે સમજી ગયા હશો કે, આ સિઝનમાં બધા કન્ટેસ્ટંટની મુશ્કેલી વધવાની છે.