‘ટાઈગર ઝિંદા હે’ની સફળતા એ કેટરીના તરફથી મને મળેલી સૌથી મોટી બર્થ ડે ગિફ્ટ: સલમાન
સલમાન ખાનનો ૫૨મો બર્થ ડે તેના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં ઉજવાયો હતો.
દર વર્ષે સલમાન અહી બર્થ ડે સેલિબ્રેશન કરે છે. અહી ખાન પરિવાર અને તેના મિત્રો આવ્યા હતા. પહેલીવાર સલમાનની પાર્ટીમાં ક્રિકેટર ધોની ઉર્ફે માહી આવ્યો હતો.
આ સિવાય કેટરીના કૈફ, લુલિયા વેન્તુર, બોબી દેઓલ, મૌની રોય, સાજિદ નડિયાદવાલા, અલી અબ્બાસ ઝફર, ડેવિડ ધવન, ડેઝી શાહ, સુનિલ શેટ્ટી, અનિલ કપૂર વિગેરે સીતારાઓ પાર્ટીમાં પહોચી ગયા હતા. સોનલ કપૂરે ટિવટ કરીને સલમાનને બર્થ ડે વિશ કર્યું હતુ.
સલમાન ખાન અને કેટરીના કૈફે મીડિયા સાથે મોકલા મને વાત કરી હતી નટાઈગર ઝિંદા હૈથની સફળતા પછી સલમાન ખૂબ રીલેકસ હતો. તેણે કહ્યું કે ટાઈગરની સફળતા એ કેટરીના તરફથી મને મળેલી બર્થ ડે ગિફટ છે.
તેણે ફિલ્મની સફળતાનો શ્રેય કેટરીનાને આપતા કહ્યું હતુ કે ટાઈગર ઝિંદા હૈ સુપરહીટ થઈ તે કેટરીના કૈફના લીધે આ તકે સલમાન અને કેટરીનાએ મેચિંગ બ્લેક પહેર્યું હતુ.પનવેલનાં ફાર્મ હાઉસમાં સલમાન-કેટરીના અને સોહૈલ ખાન તથા તેના પુત્રએ એટીવી કાર (ખાસ પ્રકારની જીપ) ચલાવવાની મજા માણી હતી. આ વખતે ટીમ ઈન્ડીયાનો વિકેટકીપર અને પૂર્વ સુકાની એમ.એસ. ધોની પણ આમંત્રીતોની યાદીમાં સામેલ હતો.તે અનુષ્કા-વિરાટના લગ્ન રીસેપ્શન માટે રાંચીથી મુંબઈ આવ્યો હતો.