યુએસમાં યોજનાર એક સંગીત કાર્યક્રમના ૫ૈસા લઇ પ્રદર્શન કરવાની ના પાડી દેતાનો આરોપ
બોલીવુડ એકટર સલમાન ખાત વધુ એક વખત કોર્ટ કેસમાં સપડાયો છે. સલમાનની સાથે સાથે કેટરીના કૈફ, સોનાક્ષી સિંહા, રણબીર સિંહ અને પ્રભુદેવા સહીત બોલીવુડ ના અન્ય ચહેરાઓ પર અમેરિક કોર્ટમાં કેસ દાખલ થયો છે. જેમાં આ તમામ બોલીવુડ સ્ટારો પર આરોપ મુકાયો છે. તેમણે પૈસા લઇ લીધા હોવા છતાં અમરેકિામાં એક સંગીત કાર્યક્રમમાં પરફોર્મન્સ કરવાની ના કહી દીધી.વાઇબ્રન્ટ ઇન્ડીયા ગ્રુપ બોલીવુડ કલાકારો અને તેમના એજન્ટ મેકિટ્રસ ઇન્ડીયા એન્ટરટેઇનમેન્ટ ક્ધસલટન્ટસ પ્રા. લીમીટેડ તેમજ યશરાજ ફીલ્મસ પ્રાઇવેટ લી.ની વિરુઘ્ધ સલમાન સહીતના એકટરો પર બ્રિચ ઓફ ક્ન્ટ્રોકનો કેસ કરાયો છે.
ફરીયાદ મુજબ ૧લી સપ્યેમ્બર વર્ષ ૨૦૧૩માં વાઇબ્રન્ટ ઇન્ડીયા ગ્રુપે કલાકારોને લાઇવ દેખાડવા અને ભારતીય સીનેમાના ૧૦૦ વર્ષની જશ્ન મનાવવા યોજાયેલા સંગીત કાર્યક્રમમાં પ્રદર્શન કરવા કરાર કર્યા હતા. પરંતુ આ શોને રદ કરવો પડયો કારણ કે રાજસ્થાનમાં કાળીપાર હરણ શિકાર કેસને લઇ સલમાન ખાન ભારત છોડી અમેરિકા જઇ શકે તેમ ન હતો અને આ કાર્યક્રમને સ્થગિત કરવા વાઇબ્રન્સ ગ્રુપ સહમત પણ થઇ ગયું હતું.
વાઇબ્રન્ટ ગ્રુપે કહ્યું કે, કરાર મુજબ વચન નીભાવવાની જગ્યાએ સલમાન ખાન સંગીત કાર્યક્રમમાં પ્રદર્શન કરવાનું ના કહી રહ્યા છે. અને આનાથી અમને ૧ મીલીયન યુએસ ડોલરનું નુકશાન થયું છે.
અમેરિકામાં સંગીત કાર્યક્રમમાં પ્રદર્શન કરવા સલમાનને બે લાખ યુએસ ડીલરથી વધુ પૈસાની ચુકવણી કરી હતી જયારે કેટરીનાને ૪૦ હજાર યુએસ ડોલર સોનાક્ષીને ૩૬ હજાર યુએસ ડોલર અપાયા હતા. અને આ રકમમાંથી હજુ એકેય એકટરે રૂપિયા પાછા કર્યા નથી.