મેચુકા એન્વેન્ચર ઇવેન્ટને સલમાને રર લાખનું ફંડ આપ્યું
બજરંગી ભાઇજાન સલમાન ખાને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુ સાથે સાઇકલની શાહી સવારીની મોજ માણી, અરુણાચલ પ્રદેશના મેચુકામાં ૧૦ કિલો મીટર સુધીની સાઇકલ સવારી કરતા સલમાન ખાનનો વિડીયો યુ ટયુબ ઉપર વાઇરલ થયો છે. સલમાનની આગામી ફિલ્મ ભારતનું શુટીંગ ચાલી રહ્યું છે. આ શુટીંગમાંથી સમય કાઢી સલમાનખાને આ એડવેન્ચર સવારીનો આનંદ માણ્યો હતો.
મળતી માહીતી પ્રમાણે સલમાન મેચુકા એડવેન્ચર ફેસ્ટીવલનો હિસ્સો બનવા અહીં પહોંચ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુએ સલમાન સાથે ફોટો પણ પડાવ્યો અને તેને સોશ્યલ મીડીયામાં શેયર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સલમાન સાથે અરુણાચલ પ્રદેશના કલાકાર માટીન રે એ ફિલ્મ ટયુબ લાઇટમાં કાન કર્યુ છે. જેને કારણે સલમાનને અણાચલ પ્રદેશ સાથે લગાવ થઇ ગયો છે. સલમાનના આ ફોટો પણ વાયરલ થઇ ગયા હતા જેમાં તે પરંપરાગત પોષાકમાં માટીન સાથે જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે અરુણાચલમાં ૧૪ નવેમ્બરથી માઉન્ટેન ટ્રેન બાઇકીગની આઠ દિવસની ઇવેન્ટને કિરણ રિજજુએ ખુલ્લી મુકી છે. જેમા ૮૦ જેટલા બાઇક રાઇડર ભાગ લેશે. ૧૦ જુદા જુદા દેશોના મોટા બાઇક રાઇડસે ભાગ લીધો હતો. અને સલમાનખાને મચુકા એડવેન્ચર ફેસ્ટિવલને રર લાખનું ફંડ આપ્યું છે.