ઇન્ફોસીસે કેપજેમિનીના એક્ઝિક્યુટિવ સલિલ પારેખની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણુક કરી છે. તેઓ બીજી જાન્યુઆરી, 2018થી પાંચ વર્ષ માટે આ હોદ્દો સંભાળશે. આ સાથે એક્ઝિક્યુટિવને શોધવાની છેલ્લા બે માસથી ચાલતી શોધ પારેખની નિમણુક સાથે પૂરી થઇ છે.
સલિલ પારેખ વચગાળાના સીઇઓ યુબી પ્રવીણ રાવનું સ્થાન લેશે. સલિલ સતિષ પારેખ ફ્રેન્ચ આઇટી સર્વિસીસ કંપની કેપજેમિનીમાં ગ્રુપ એક્ઝ્ક્યુટિવ બોર્ડના સભ્ય છે. તેઓ 2007માં કેપજેમિની ઇન્ડિયના ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. તેઓ 4 કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે જોડાયેલા છે. તેમણે કર્નલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને મિકેનિકલ એન્જિનિયિંગની ડિગ્રીઓ લીધી છે. તેમણે બોમ્બેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી હતી. તેઓ આઇટી ઇન્ડસ્ટ્રીમાં વૈશ્વિક સ્તરે ત્રણ દાયકાથી જુદા જુદા હોદ્દા પર સક્રિય છે.