આજે વૈશાખ સુદ- ૧૫ના રોજ એટેલે કે આજે બુદ્ધ પૂર્ણિમાની સાથે ગિરનાર તીર્થાધિપતિ શ્રી નેમિનાથ દાદાની સાલગીરી પણ છે. આ પાવન નિમિત્તે ગિરનાર પર એક સાથે ૧૪ જિનાલયોની ધ્વજા ચઢાવવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિમાં આપણે ત્યાં હાજર રહી શકીએ તેમ નથી, પણ સ્વસ્થાને રહીને આપણી ભક્તિ ગિરનાર મંડણ દાદા નેમિનાથ સુધી પહોંચાડવાની છે તેમ ભક્તોને ભાવભેર સંદેશ પાઠવાયો છે. ગિરનાર પર ધ્વજારોહણ સવારે ૯-૨૭ થી ૯-૩૩ કલાકે કરાયું છે. આ સમયે ગિરનાર પર દાદાના દરબાર અને પહેલી ટુંક પર સ્થિત તમામ ચૈત્યોના શિખરે નૂતન ધ્વજા લહેરાઈ.
આ પાવન પર્વમાં પ્રત્યક્ષપણે નહીં પણ પરોક્ષપણે ઓનલાઈન માધ્યમથી હાજર રહી ભક્તોએ ભાવભેર ભાગ લીધો
જે માટે નીચે મુજબના સૂચનો ભક્તોને
સ્વસ્થાને રહીને સવારે..૯-૨૭ થી ૯-૩૩ સુધીમાં અવશ્યમેવ ગોમેધયક્ષ અંબિકાદેવી પરિપૂજિતાય ગિરનાર મંડણ શ્રી અરિષ્ટનેમિનાથાય નમઃ
ઉપરોક્ત મંત્રનો ઓછામાં ઓછો ૨૧ વખત જાપ કરાયો.. (તીર્થરક્ષાર્થે)
1. ધ્વજારોહણ સમયે શંખનાદ / ઘંટનાદ / ડંકાનાદ / થાળીનાદ કરવો..
2. આખા દિવસ દરમિયાન એક વખત તો ગિરનારની ભાવયાત્રા કરવી..
3.ગિરનાર તીર્થરક્ષાર્થે બલિદાન આપનારા મહાપુરુષો ( આ.દે. શ્રી બપ્પભટ્ટસૂરિ, ધાર શ્રાવક, પેથડશા મંત્રી, સજ્જન 4.મંત્રી, આંબડ મંત્રી, મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ, આ. ભ. શ્રી નીતિસૂરિ દાદા, આ. ભ. શ્રી નેમિસૂરિ દાદા, આ. ભ. 5.શ્રી હિમાંશુ સૂરિદાદા, આ. ભ. શ્રી ધર્મરક્ષિત સૂરિશ્વરજી મહારાજા, આ. ભ. શ્રી હેમવલ્લભ સૂરિશ્વરજી મહારાજા વિગેરે અનેક નામી-અનામી મહાપુરુષોને યાદ કરી તેમના ઉપકારો અને બલિદાનો યાદ કરી તેમના સત્વની યાચના કરવી.
6.લોકડાઉન પૂર્ણ થયા પછી શ્રી ગિરનાર મહાતીર્થની યાત્રા કરવાની ભાવના ભાવવી..
7.ગિરનાર અને દાદા નેમિનાથની સ્તવના દ્વારા સ્વસ્થાને રહી સંધ્યાભક્તિ કરવી.