તહેવારોની મોસમ પહેલા વાહન ઉત્પાદકોએ ડીલરને સ્ટોક આપતા ગયા મહિને પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર્સના વેંચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો
તહેવારોની મોસમ પહેલા વાહન ઉત્પાદકોએ ડીલરને સ્ટોક આપતા ગયા મહિને પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર્સના વેંચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. ઓગષ્ટમાં પેસેન્જર વાહનોનું વેંચાણ ૧૪ ટકા વધીને ૨,૯૪,૩૩૫ થયું હતુ. સારા ચોમાસાને કારણ ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહક સેન્ટિમેન્ટ સુધરતા ૧૮,૯૧,૦૬૨ યુનિટસનું વિક્રમ વેચાણ થયું હતુ. આ સાથે સપ્ટેમ્બર ૨૦૧૬નો સૌથી વધુ વેંચાણનો વિક્રમ તૂટયો હતો.
ઓગષ્ટમાં સ્કૂટર્સનું વેંચાણ ૧૮.૬૧ ટકા વધીને ૬,૭૩,૪૪૪ યુનિટ્સ થયું હતુ. જયારે મોટરસાયકલનું વેચાણ ૧૨.૯૩ ટકા વધીને ૧૧,૩૫,૬૯૯ યુનિટસ થયું હતુ. સિયામના ડાયરેકટર જનરલ વિષ્ણુ માથૂરે જણાવ્યું હતુ કે જૂન મહિનામાં જીએસટી અમલ પહેલા હોલસેલ વેંચાણમાં ઘટાડો હતો.
સોસાયટી ઓફ ઈન્ડીયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ)ના જણાવ્યા પ્રમાણે ઓગષ્ટ ૨૦૧૬માં ૨,૫૮,૭૩૭ યુનિટસનું વેંચાણ થયું હતુ ચીજવસ્તુઓની હેરફેરમાં સુધારો અને નીચા બેઝને કારણે કોમર્શિયલ વાહનોનું વેચાણ ૨૩.૨૨ ટકા વધીને ૬૫,૩૧૦ યુનિટસ થયું હતુ ઈન્ફ્રા પ્રોજેકટસમાં સરકારી ખર્ચ, રોડ બાંધકામ પ્રોજેકટમાં ગતિ અને કોમર્શિયલ વ્હીકલના વેંચાણને કારણે આગામી મહિનાઓમાં આ મોમેન્ટમ જળવાઈ રહેશે તેવી ધારણા છે.
જુલાઈમાં આ ખાધ સરભર થઈ હતી ગ્રાહકોએ સેસમાં વધારાની ભીતિએ ખરીદી વહેલી કરી હતી એટલે ઓગષ્ટમાં વેંચાણ સા‚ રહ્યું હતુ હાલમાં શ્રાધ્ધ પક્ષ ચાલુ હોવાથી સપ્ટેમ્બરનાં પ્રથમ અઠવાડીયામાં વેંચાણ ઓછુ રહેવાની ધારણા છે. પણ એ પછી નવરાત્રી શ‚ થતા વેંચાણ વેગ પકડશે