- હૃદય રોગનું પ્રમાણ વધ્યું
- હલકી ગુણવત્તાવાળો ખોરાક, બેઠાડુ જીવનશૈલી અને ટેન્શનનું વધતું પ્રમાણ હૃદય રોગ માટે મુખ્ય પરિબળ
આજકાલ હાર્ટ એટેક આવવો સામાન્ય બની ગયો છે. સાજા સારા વ્યક્તિને કોઈપણ સમયે હાર્ટ એટેક આવી જાય છે. જે અંગેના અભ્યાસો હૃદય રોગના પ્રમાણમાં વધારો દર્શાવે છે. તેમજ હૃદય રોગનું પ્રમાણ વધવાથી તેની દવાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો(ઈટઉ) થી પીડિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે બે વર્ષમાં હૃદય સંબંધિત દવાઓના વેચાણમાં 42% વધારો દર્શાવે છે. ફાર્મરેકના ડેટા દર્શાવે છે કે રાજ્યમાં હૃદય રોગ સંબંધિત દવાનું વેચાણ જે નવેમ્બર 2022માં રૂ. 1,105 કરોડ હતું. જે વધીને નવેમ્બર 2024માં રૂ. 1,571 કરોડ થયું છે.
મૂવિંગ એન્યુઅલ ટોટલ (ખઅઝ) અપડેટ્સ સાથે દવાઓના વેચાણના આંકડાઓની 12-મહિનાની રોલિંગ ગણતરી પૂરી પાડે છે. ફાર્મરેકના વાઇસ પ્રેસિડેન્ટ શીતલ સાપલેએ જણાવ્યું હતું કે “40 વર્ષથી વધુ વયના લોકોમાંથી મોટા ભાગના હાઈપરટેન્શન અથવા કિડની સંબંધિત બિમારીઓથી પીડિત હોવા સાથે, એકંદર હૃદય રોગના પણ ભોગી બને છે. આ ઉપરાંત, સારવારની પદ્ધતિઓમા આવેલ સુધારો અને નવીન દવાઓ જેમ કે સેમાગ્લુટાઇડ અને વેરિસીગુઆટનું સંશોધન હૃદય રોગના પ્રમાણમાં વધારો દર્શાવે છે.”
તેણીએ વધુમાં કહ્યું કે “સ્થૂળતા વિરોધી દવાઓના સેગમેન્ટમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, કારણ કે સ્થૂળતા કે બેઠાડુંપણુંએ સીવીડી માટે પુરોગામી છે. લોકોમાં હૃદય રોગોની વધુ જાગૃતિ અને કાર્ડિયોવેસ્ક્યુલર સ્થિતિની સારવાર લેતા લોકોની સંખ્યામાં વધારો થતા દવાના વેચાણમાં વધારો થયો છે.” આરોગ્ય વ્યાવસાયિકોએ સૂચવ્યું હતું કે હલકી ગુણવત્તાવાળો ખોરાક , બેઠાડુ જીવનશૈલી અને ટેન્શનનું વધતું પ્રમાણ ગુજરાતના વધતા સીવીડી કેસોમાં મુખ્ય પરિબળો છે. કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર અને વડા ડો. જયેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સ્ટેટિન દ્વારા કોલેસ્ટ્રોલનું સંચાલન સીવીડી નિવારણમાં નિર્ણાયક રહે છે. તેમજ “જો આપણે કોવિડ પછીનો સમયગાળો જોઈએ, તો હૃદય રોગની સમસ્યાઓ અને નિવારક પગલાંમાં વધારો જોવા મળ્યો છે. દરેક વય જૂથોમાં હૃદયની સમસ્યાઓ વિશે જાગૃતિ આવી છે. અને આ રીતે પરીક્ષણો અને નિવારક પગલાંમાં વધારો થયો છે. જેના કારણે દવાના વેચાણમાં પણ વધારો થયો છે.એચસીજી હોસ્પિટલ્સના કાર્ડિયોલોજિસ્ટ, ડો. જય શાહે સમજાવ્યું કે બ્લડ થિનર અને બીટા બ્લોકર જેવી દવાઓ હૃદય રોગને નિવારવા માટેના પગલાં તરીકે અતિ મહત્વની છે. સામાન્ય પ્રેક્ટિશનરો પ્રાથમિક સ્તરના નિવારણ માટે પણ દવા સૂચવે છે તેથી દવાના વેચાણનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ઓપીડીની સંખ્યામાં સમાન વધારો જોવા મળ્યો નથી.