જુનાગઢમાં ધરાર બની બેઠેલા કેળવણીકારો નીચા પરિણામ માટે જવાબદાર હોવાનો વાલીઓનો સુર
ધોરણ-૧ર સાયન્સના નીચા પરિણામ બાદ ભ્રામક દ્રશ્યો ઉભા કરી તગડી ફી વસુલતા શાળા સંચાલકોની પોલ છતી
શિક્ષણક્ષેત્રે વર્ષોથી અવલ્લ નંબરે આવતા જુનાગઢ જીલ્લામાં છેલ્લા વર્ષામાં બિલાડીની ટોપની જેમ કુટી નીકળેલા સેલ્સ ફાયનાન્સ હાટડાઓએ જુનાગઢ વિસ્તારમાં શિક્ષણની ધોર ખોદી નાખી હોવાની હકીકત વચ્ચે ધોરણ ૧ર સાયન્સમાં જુનાગઢ જીલ્લાના અડધો અડધ છાત્રો ફેઇલ થતા વાલીઓમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે. લાખો પિયા ફી ચુકવ્યા બાદ પણ વિઘાર્થીઓને ધાર્યુ પરિણામ ન મળતા જુનાગઢ જીલ્લાના વાલીઓ હવે સેલ્ફ ફાયનાન્સ હાટડા વિરુઘ્ધ મોરચો ખોલી લઇ લેવા સજજ બન્યા છે.
જુનાગઢ તાજેતરમાં ધો.૧ર નું પરીણામ જાહેર થયા બાદ પ્રબુઘ્ધ નાગરીકો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ૨૦૧૨ ની પરીક્ષા બાદ આટલું નીચું પરીણામ આવેલ ન હતું. અને જે સેન્ટરમાં સૌથી વધારે ચોરીઓ થઇ હતી તે કેન્દ્રનું પરીણામ સૌથી વધારુ ઉચુ મળતા સભ્ય સમાજ સ્તબ્ધ થઇ જવા પામ્યો હતો આ પરીણામ બાદ હાલ સૌનું ધો.૧૦ ના પરીણાર તરફ ઘ્યાન કેન્દ્રીત થવા પામ્યું છે.
ત્યારે પ્રબુઘ્ધ નાગરીકો કે જેઓના સંતાનો માઘ્યમિક અથવા ઉચ્ચતર માઘ્યમીક સ્તરે અભ્યાસ કરવા જળ રહ્યા છે. તેઓ પર ચિંતાના વાદળો ઘેરા બનવા પામ્યા છે. જુનાગઢ શૈક્ષણિક જગતમાં ધરાર બની બેઠેલા કેળવણીકારો આ પરીણામની વાસ્તવિકતામાં કયાંકને કયાંક જવાબદાર હોય તેવું પ્રબુઘ્ધ નાગરીકોનું માનવું છે.
અને જુનાગઢના જેટલા કેળવણીકારો છે તેમાં કોઇ મોટા ગણાય તેવા શિક્ષણ જગતમાં મોટા કૌભાંડો કરીને આવે છે તો કોઇ રાજકીય ક્ષેત્રમાંથી સીઘ્ધો લાગવગનો ઉપયોગ કરી સંસ્થાઓની મંજુરી લઇ મન ફાવે તે રીતે સંસ્થાઓ ખડકી અને મનફાવે ને રીતે સંસ્થાઓનું સંચાલન કરાવી રહ્યા છે. જો દીખતા હે વો બીકતા હૈ. યુકિત સાર્થક થતી હોય તેમ જાહેર ખબરોના શોરબકોર વચ્ચે પ્રજા તેમજ શિક્ષણ જગત સામે ભ્રામક હેઠળ ઉભુ કરી શિક્ષણના હાટડા ચલાવી પોતાના રોટલા શેકી રહ્યા છે.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર આ વર્ષે ધો.૧ર નુ પરીણામ નીચુ આવવાનો સીલસીલો યથાવત રહેતા પ્રબુઘ્ધ વાલીઓને પોતાના બાળકોના ભવિષ્ય માટે એક તબકકે વિચારતા કરી દીધા છે. વર્ષ ૨૦૧૪ પછી સતત નીચા પરીણામનો સીલસીલો અહિં જળવાતો રહ્યો છે. ચાલુ વર્ષે જીલ્લામકાં ૧ર સાયન્સમાં ૪૯૪૫ છાત્રોએ પરીક્ષા આપી હતી જેમાંથુ ૩૭૭૨ છાત્રો નાપાસ થયા છે.
જુનાગઢ જીલ્લાનું સરેરાશ પરીણામ ૭૬ ટકા થીવધુ રહ્યું હતું. જુનાગઢ જીલ્લાનું પરીણામ છેલ્લા પાંચ વર્ષથી સૌથી નીચુ આવ્યું છે. વર્ષ ૨૦૧૨ માં ૫૯.૩૬ ટકા પરીણામ આવ્યું હતું. પછી પરીણામમાં ઉત્તરોતર વધારો થયો હતો ૨૦૧૭ માં ૯૧.૬ પરીણામ આવ્યું હતું. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે પરીણામ ૧૫.૨૧ ટકા ઘટયું છે. ગત વર્ષે ૧૧ છાત્રોએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે.
ચાલુ વર્ષે તેમાં ઘટાડો થયો છે. અને માત્ર ૫ છાત્રો એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જુનાગઢ જીલ્લાના ચાર પરીક્ષા કેન્દ્રમાં સૌથી ઉંચુ પરીણામ વંથલી કેન્દ્રનું ૮૮-૧૫ ટકા આવ્યું છે. જુનાગઢ કેન્દ્રનું ૮૭.૯૪ ટકા માંડાવડ કેન્દ્રનું ૮૨.૩૪ અને વિસણવેલ કેન્દ્રનું ૮૮.૧૫ ટકા પરીણામ આવ્યું છે હજી આ પરીણામ પછી પણ અમુક છાત્રોના પરીણામ રીઝર્વ રખાયા હતા. આ વખતના પરીણામમાં ગુજરાતના એ.૧ ગ્રેડને ૧૩૫ છાત્રોમાંથી જુનાગઢના ફકત ૪ છાત્રો હતા છતાં આ વાતની ચિંતા કરવાને બદલે મુર્ખા કેળવણીકારો જાહેર કાર્યક્રમોમાં જુનાગઢને શૈક્ષણિક હબ જાહેરાતોના માઘ્યમથી બનાવી દીધું છે. ત્યા
રે એક વર્ગ એવો પણ છે કે જેમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ફીના ધારાધોરણ ને કારણે પડેલી મડાગાંઠ પણ આવા પરીણામો માટે કારણ ભૂત હોઇ શકે પરંતુ વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૫૯ ટકા અને ૬૧ ટકા જેવા પરીણામો મળ્યા હતા જે આ વાતનું ખંડન કરે છે માઘ્યમીક અને પ્રાથમીક સ્કુલો પણ સરકારના કહ્યામાં નથી તેવું હાલ સ્પષ્ટ ફલીત થાય છે.
સરકારે બનાવેલા નીતીનિયમોનો ઉલાળીયો કરી સંચાલકો પોતાની મનમાની ચલાવે છે આ ચાલુ વર્ષે જ અનેક જાહેર રજાઓ દરમિયાન અનેક કેળવણીકારોએ પોતાના સંસ્થાન ચાલુ રાખ્યા હતા તેમજ સરકારના નીતી નિયમો કરતા ઉંચો ફી વધારો વાલીઓ પાસે જબરજસ્તીથી લીધો હતો.
તે ઉ૫રાંત સરકારી નિયમ મુજબ કેળવણી નીરીક્ષકની સહી બાદ સરકારે નકકી કરેલી તારીખે પરીણામ જાહેર કરવાના બદલે વહેલું પરીણામ જાહેર કરવા પાછળ આ લોકોની કઇ મુરાદ કામ કરી રહી હતી અને એક તબકકે આ પ્રકારની હિલચાલ આ લોકો સરકારી કાયદા નિયમો નો ઉલાળીયો કરી સાબીત શું કરવા માગે છે તે પક્ષ પ્રશ્ર્ન છે આની સાથે શિક્ષણ જગતના સરકારી અમલદારો આ લોકો પાસે કેટલા પાંગળા છે તે પણ સ્પષ્ટ થઇ રહ્યું છે.
સાથે સાથે જીલ્લામાં કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ હોસ્ટેલ પણ ચલાવે છે અને આ હોસ્ટેલના છાત્રોને જ પ્રથમ પ્રવેશ આપી વ્હાલા દવલાની નીતી સ્પષ્ટ કરે છે સરકારની અવગણના કરી આવી સ્કુલો પ્રવેશ પરીક્ષા પણ લે છે ૧૪ સરકારી સ્કુલો, ૨૩૭ ગ્રાન્ટેડ સ્કુલો અને. ૧૩૦ થી વધુ નોનગ્રાન્ટેડ સ્કુલોના રાફડા વચ્ચે આટલુ નીચુ પરીણામ શિક્ષણ જગત સામે સંકળાયેલાઓમાં અનેક ચર્ચાઓ ઉભી કરી જાય છે.
દિવસે ને દિવસે મસમોટા ખર્ચાઓ કરતા વાલીઓના હાથમાં કેળવણી વગરના કેળવણીકારોના લીધે કરમાઇ ગયેલું ભવિષ્ય હાથમાં આવે છે. આગામી સમય માં વિઘાર્થીના વાલીઓ છે પોતાના બાળકોના ભવિષ્ય માટે આગામી સમયમાં સારુ વિચારી અન્ય જીલ્લાઓ તરફ વળે તો નવાઇની વાત નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com