ગુજરાતમાં ખેડૂતો નકલી બીજ મળવાથી ચિંતિત હતા, ત્યાં જ હવે નકલી જંતુનાશક દવાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતોની ફરિયાદને આધારે રાજ્યના કૃષિ વિભાગે જંતુનાશકોના સેમ્પલ લીધા તો 259 એવા જંતુનાશકો મળ્યા જે નકલી હતા, એટલે કે તેની દવા ખરાબ હતી. તેનાથી પાકને તો નુક્સાન થાય જ છે, પરંતુ જમીન પણ ઝેરી થઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે નકલી હોવા છતાંય આ જંતુનાશક દવાઓ મોંઘા ભાવે વેચાઈ રહી છે. ખેડૂતો પોતાના પાકને જંતુઓથી બચાવવા માટે જે દવા છાંટી રહ્યા છે, તે જ નકલી સાબિત થઈ છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે ભેળસેળ વધુ હોવાથી આ જંતુઓનો નાશ નથી થઈ રહ્યો. તાજેતરમાંજ ગુજરાતમાં તીડનો હુમલો થયો ત્યારે સરકારે જંતુનાશક સાથે ટીમો મોકલી હતી. આ ટીમનો દાવો છે કે તેમણે તીડ નષ્ટ કર્યા હતા. બીજી તરફ ખેડૂતો હજી તીડ જેવા જંતુઓથી ડરી રહ્યા છે. ત્યારે તેનાથી બચવા માટે ખેડૂતો બજારમાંથી જંતુનાશક ખરીદી રહ્યા છે, પરંતુ તેમને નકલી દવા મળી રહી છે.
રાજ્યભરમાં મંજૂર થયેલી દવાઓના લેબલ નીચે નિર્માતાઓ અને વેપારીઓ નકલી દવા વેચી રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જુદા જુદા જિલ્લામાંથી જંતુનાશકોના નમૂના લીધા છે, જેમાંથી મોટા ભાગના નકલી અને બિનપ્રભાવી સાબિત થયા છે.
ખેડૂતો પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓ વેચી રહ્યા છે. મોંઘા બાવે ખરીદાયેલી દવાઓમાં નકલી અને બોગસ દવાઓ મળી રહી છે. ખેડૂતોને દવા વેચતી કંપનીઓ અને ડીલર ભ્રમિત કરે તેવી દવાનું મિશ્રણ કરી રહ્યા છે, જેનાથી જંતુઓ નથી મરતા પરંતુ જમીન પર ખરાબ અસર પડે છે.
રાજ્યમાં પાછલા બે વર્ષમાં લેવાયેલા જંતુનાશકોના 259 નમૂના નિષ્ફળ થયા છે. જેનો અર્થ છે કે આ દવાઓ નકલી છે, પણ ખેડૂતો પાસેથી વધુ પૈસા લેવામાં આવે છે. આ દવાની જંતુઓ પર કોઈ અસર નથી થતી. જો કે દવાને કારણે ખેડૂતોનો પાક બગડી રહ્યો છે.
ગુજરાતમાં સૌથી વધુ નકલી દવાઓ રાજકોટ જિલ્લામાં મળી છે. અહીં 23 દવાના નમૂના લેવાયા હતા, જે તમામ નિષ્ફળ રહ્યા છે. તો ગીર સોમનાથમાં 18 નમૂના નિષ્ફળ રહ્યા છે .અરવલ્લી અને પંચમહાલમાં 16 નમૂના નિષ્ફળ રહ્યા. ગાંધીનગરમાં 15, સાબરકાંઠામાં 15, નવસારીમાં 12, કચ્છ અને મહેસાણામાં 11 નમૂના નિષ્ફળ રહ્યા છે.
રાજ્યના 33 જિલ્લામાંથી જંતુનાશકોના નમૂના લેવાયા હતા, જેમાંથી 259 નમૂના ફેલ થયા છે. સરકારના કૃષિ વિભાગે જંતુનાશકોના ઉત્પાદકો અને વેપારીઓને ચેતવણી આરપી છે કે જો તેઓ નકલી જંતુનાશકો દવાનો વેપાર કરશે તો સરકાર કડક પગલાં લેતા નહીં અચકાય.
રાજ્યના ખેડૂતોના પ્રતિનિધિઓ રજૂઆત કરી રહ્યા છે કે વેપારીઓ નકલી બી અને નકલી ખાતર તો આપે જ છે હવે બજારમાં નકલી દવાઓ પણ વધી રહી છે. એટલે રાજ્ય સરકારના કૃષિ વિભાગે આકરા પગલાં લેવા પડશે.