સઘન સારવારે અતિ ગંભીર દર્દીને આપ્યું નવજીવન: સેલસ હોસ્પિટલની ડોક્ટર ટીમને મળી મોટી સિધ્ધી
સૌરાષ્ટ્રની અગ્રીમ કક્ષાની મલ્ટી સુપર સ્પેશિયાલીટી એવી સેલસ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમ ડો.નરેશ બરાસરા (ક્રિટીકલ કેર નિષ્ણાંત) તેમજ ડો.સાવન છત્રોલા (ફિઝીશ્યન ક્રિટીકલ કેર), ડો.રોશન મિસ્ત્રી (ન્યુરો ફીઝીશિયન) દ્વારા વૈશાલીબેન નામના 18 વર્ષની યુવતિને અતિ ગંભીર ગણાતી ટીટેનસ (ગ્રેડ-4) બિમારીની સધન સારવાર કરી હતી. ટીટેનસ એ બહુ જ ક્રિટીકલ રોગ ગણાય છે.
જેમાં દર્દીના બચવાની શકયતા 10%થી પણ ઓછી હોય છે. ડો.નરેશ બરાસરાએ જણાવેલ કે, ઈમરજન્સીમાં દર્દીને સેલસ હોસ્પિટલ લવાયા ત્યારે દર્દીના બચવાની શકયતા નહીંવત હતી. પરંતુ ડો.સાવન છત્રોલા અને આઈસીયુ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને દિવસ-રાત સતત મોનિટરીંગ કરી સારવારમાં ઉત્તમ કામ કરેલ તે માટે સેલસ આઈસીયુ ટીમને અભિનંદન આપ્યા હતા. સારવાર પણ અતિ ખર્ચાળ અને લાંબો સમય ચાલતી હોય છે.
દર્દી પાસે પુરતા પૈસા ન હતા. છતાં પણ કોઈપણ ભોગે દર્દીને બચાવવાના નિર્ધારથી સારવાર કરી દર્દીને નવું જીવન આપવામાં સફળ થયા તેનું ગર્વ છે.
દર્દીનું જીવન અમૂલ્ય, રૂપિયા નહીં: ડો.નરેશ બરાસરા
ટીટેનસ ધનુરનો ગંભીર રોગ છે. આ રોગના ચાર પ્રકાર હોય છે. જેમાં ગ્રેડ-4 સ્ટેજ અતિગંભીર અને જીવલેણ સાબિત થતું હોય છે. ધનુરના આ સ્ટેજમાં દર્દીના હાથ-પગ જકડાઇ જવા, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી, ધબકારા વધી જવા જેવી ગંભીર તકલીફો ઉભી થતી હોય છે ત્યારે સેલસ હોસ્પિટલ ખાતે જસદણથી ટીટેનસ ગ્રેડ-4 રોગથી પીડાતા યુવતીને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી હતી.
જેની અમારા ટીમ અને આઇસીયુ ક્રિટીકલ કેર સ્ટાફ દ્વારા 46 દિવસથી સારવાર આપી તેમના જીવનને બચાવવામાં આવ્યું હતું. દર્દી અમારી સારવાર હેઠળ આવ્યું ત્યારે તે લાસ્ટ સ્ટેજ પર હતું. જીવ બચવાના 20 થી 50 ટકા જ રહ્યાં હતાં એ સમયે તાત્કાલીક ધોરણે આઇસીયુમાં દાખલ કરી દિવસ-રાત અમારી ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી તેમજ આઇસીયુની ટ્રીટમેન્ટ અતિ ખર્ચાણ હોય છે જેની પરવાહ કર્યા વગર અમારા મેડિકલ ડિરેક્ટર ડો.ધવલ ગોધાણીએ દર્દીના સગાંને આશ્ર્વાસન આપી કહ્યું ખર્ચાની કોઇ ચિંતા કરવી નહીં હોસ્પિટલ થકી જેટલો બનશે તેટલો સહયોગ આપવામાં આવશે. અમારે માટે દર્દીનો જીવ મહત્વનો છે.
અમને પણ સુચન કર્યુ કે જે પણ સારવાર જરૂરી છે તે તાત્કાલીક પૂરી પાડવી. ડો.ધવન ગોધાણી દ્વારા દર્દીના પરિવારજનોને હિંમત આપી અને ચિંતા વ્યક્ત ન કરવી તેની જવાબદારી પૂરી કરી. અમારી દિવસ-રાતની મહેનત બાદ દર્દીને 46 દિવસ બાદ આ ગંભીર રોગમાંથી બચાવીને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતાં.