અત્યાધુનિક ડ્રેગર(જર્મની) વેન્ટીલેટર્સ, મલ્ટીપેરા (ફિલિપ્સ-યુરોપ) મોનીટર્સ, ઓટો ઇન્ફ્યુઝન પંપ, સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય અને ૨૦ બેડનું આધુનિક મોડ્યુલર આઇ.સી.યુ. માત્ર કોવિડ-૧૯ ના દર્દીઓ માટે કાર્યરત
કોરોના સામેની લડાઇમાં રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ ની સારવાર માટે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ૫૧ બેડ (જે વધીને ૬૦ સુધી કરવાની ક્ષમતા) સાથેની સેલસ હોસ્પીટલ તાજેતરમાંજ સરકારશ્રીના નિયમો સાથે શરૂ થઇ અને કોરોનાના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવામાં સફળતા પણ મેળવી છે.
આ અંગે સેલસ હોસ્પીટલના ડાયરેક્ટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાંજ આ હોસ્પીટલને સરકારશ્રીએ કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર માટે મંજુરી આપતા આખી હોસ્પીટલનું અત્યાધુનિક બિલ્ડીંગ કોવિડના દર્દીઓ માટે ફાળવાયું. કોરોના ના દર્દીઓ માટે સેલસ હોસ્પીટલમાં સૌથી શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. ડો. ધવલ ગોધાણીએ વધુમાં જણાવ્યું કે, ૧૫ વર્ષના અનુંભવિ તબીબો સાથે ૬૦ વધુનો મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકે સેવારત છે.
સાથે અત્યાધુનિક ડ્રેગર(જર્મની) વેન્ટીલેટર્સ, મલ્ટીપેરા (ફિલિપ્સ-યુરોપ) મોનીટર્સ, ઓટો ઇન્ફ્યુઝન પંપ, સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાઇ અને ૨૦ બેડનું આધુનિક મોડ્યુલર આઇ.સી.યુ. માત્ર કોવિડ-૧૯ ના દર્દીઓ માટે કાર્યરત કરાયું છે. અહિં થોડાજ સમયમાં ૬૦ થી વધુ દર્દીઓ સંતોષ પૂર્વક કોરોનાની તપાસ-સારવાર લઇ ગયા. અહિં સારવાર લેતા કોવિડ-૧૯ ના દર્દીને હોસ્પીટલ દ્વારાજ નાસ્તો, ભોજન, ચા-પાણી ની વ્યવસથા કરાઇ છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, સરકારશ્રીના નક્કી કરેલ નિયમો અને પેકેજ સો સેલસ હોસ્પીટલને કોવિડ-૧૯ ના દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર માટે જ ખાસ સેવારત કરાઇ છે.
સેલસમાં કોરોના સિવાયના દર્દીઓની જે સારવાર થતી તે હવે તબીબોની એજ ટીમ ડો. સચીન ભિમાણી(ન્યુરો સર્જન), ડો.હિમાંશુ કાનાણી (ઓર્થો. સર્જન), ડો. પ્રતિક રાવલ (જન. લેપ્રો. સર્જન), ડો. નરેશ બરાસરા (ઇન્ટેન્સીવિસ્ટ) વગેરે ની સેવા હાલ સદભાવના હોસ્પીટલ ખાતે મળશે.