સેલસમાં ક્રિટીકલ કેર, ન્યુરો, ઓર્થો, લેપ્રોસ્કોપી, જનરલ સર્જરી, ગેસ્ટ્રો, યૂરો, ઓન્ક્રો, ઉપરાંત રેડિયોલોજી અને પેથોલોજી જેવા તમામ સુપર સ્પેશ્યાલીટી ફિલ્ડની અતિ આધુનિક સાધનો સાથેની સુવિધા એક જ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તમામ પ્રકારના દર્દીઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહી છે
રોમન સંસ્કૃતિમાં ‘સેલસ’ શબ્દનો ‘આરોગ્યની દેવી’ એવો થાય છે સૌરાષ્ટ્રના તમામ વર્ગના દર્દીઓનાં સ્વસ્થ્ય આરોગ્યની કામના સાથે શરૂ થયેલી આરોગ્યની દેવી સમાન રાજકોટની સેલસ હોસ્પિટલે તાજેતરમાં બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સ્વસ્થ માનવ આરોગ્ય માટે જરૂરી એવા તમામ સુપર સ્પેશ્યાલીટી ડોકટરોની સેવા એક છત્રનીચે ધરાવતી કોર્પોરેટ કક્ષાની સેલસ હોસ્પિટલે છેલ્લા બે વર્ષમાં હજારો દર્દી નારાયણોની સફળતાપૂર્વક સેવાઓ કરી છે. કોર્પોરેટ કક્ષાની સ્પેશ્યાલીટીઝ ધરાવતી સેલસ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર રાહતદરે થતી હોય તમામ વર્ગના દર્દીઓમાં આગવી નામના ઉભી કરી છે.
સૌરાષ્ટ્રના દર્દીઓનાં સ્વાસ્થ્યને અનુરૂપ સચોટ અને ઉત્કૃષ્ટ સારવાર પ્રદાન કરવાના આશયે ઈગ્લેન્ડથી માસ્ટર્સ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રાજકોટ ખાતે સેલસ હોસ્પિટલ શરૂ કરનારા ડો. ધવલ ગોધાણીએ અબતકને જણાવ્યું હતુ કે, કોર્પોરેટ હોસ્પિટલ્સ જેવી સારવાર સૌરાષ્ટ્રના ગરીબ દર્દીઓને અહી મળી રહે છે તેવા ઉદેશ્યથી સેલસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અહી સ્વાસ્થ્યપ્રદ સેવાઓ જેવીકે, સૌરાષ્ટ્રનું એક માત્ર લેપ્રોસ્કોપી સીસ્ટમ સ્ટ્રાઈકર યુ.એસ.એ. ૧૫૮૮ મશીન, ફૂલ બોડી એનાલીસીસ મશીન તેમજ સૌરાષ્ટ્રમાં એક માત્ર હાડકાના કેન્સરની સર્જરી ઉપલબ્ધ છે. સર્વરોગ નિદાન જેમકે ન્યુરો, ઓર્થો. લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી, ગેસ્ટ્રો, યુરો અને ઓન્કો (કેન્સર)ની સર્જરી એક જ સ્થળે ઉપલબ્ધ છે.
રૂપાવટી, કોડીનાર, જૂનાગઢ, વેરાવળ, મોરબી, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં બે વર્ષમાં ૫૦થી વધુ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી છે. રેડિયોલોજી અને પેથોલોજીની સેવાઓ ઉપરાંત સૌરાષ્ટ્રનું સૌથી મોટુ મોડયુલર ઓપરેશન થીયેટર તેમજ કલાસ ૧૦૦ લેમીનાર ફલો જેવા બે ઓપરેશન થીયેટરમાં ૧૨૦૦થી વધુ સર્જરી કરીને ૫૦૦૦ દાખલ થયેલા દદીઓ અને ૨૦૦૦૦થી વધુ દર્દીઓને તપાસી નિદાન કરી રોગમુકત કરવામાં આવ્યા છે. સેલસ હોસ્પિટલમાં ડો. વિ.બી. કાસુન્દ્રા (એમબીબીએસ, પીજીસીડીએમ (ઈન્દોર), ઈબીડીટી-કાર્ડિફ યુનિ.), ડો.નરેશ બરાસરા, (એમડી ક્રિટીકલ કેર), ડો.સચીન ભિમાણી (એમએસ, એમસિઅચ, ન્યૂરો સર્જન), ડો. હિમાંશુ કાનાણી (એમએસ ઓર્થોપેડિક સર્જન), ડો. સાવન છત્રોલા (એમડી, ડીએનબી મેડિસીન), ડો. પ્રતિક રાવલ (એમએસ સર્જન), ડો.ભૂમિકા કાનાણી (એમડી એનેસ્થેટીસ્ટ) જેવા નામાંકિત તબિબો અને નિષ્ણાંત સ્ટાફ આ સેવાયજ્ઞમાં આહૂતિ આપી રહ્યા છે.
ડો.વિ.બી. કાસુન્દ્રાએ જણાવ્યું કે, સેલસ હોસ્પિટલે મેડિકલ ટુરીઝમને પણ પ્રોત્સાહન આપીને આફ્રિકન ડેલીગેશન સાથે આરોગ્ય સંબંધી કરાર પણ કર્યા જેથી સૌરાષ્ટ્રના લોકોને શ્રેષ્ઠ, સચોટ અને ઉત્કૃષ્ટ સેવાઓ આપી શકાય વધુમાં ત્રીજા વર્ષમાં પ્રવેશેલ સેલસ હોસ્પિટલમાં લોકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી સોંપવા અને સેલસ પર ભરોસો મૂકવા બદલ ડો. વી.બી. કાસુન્દ્રા તથા તમામ ડોકટરોએ સહુનો હૃદય પૂર્વક આભાર વ્યકત કર્યો હતો. આગામી સમયમાં વધુ દર્દીનારાયણની સેવા કરવાની તક મળે તેવી લાગણી વ્યકત કરી હતી.
સેલસમાં વર્લ્ડ કલાસ માઈક્રોસ્કોપ દ્વારા ન્યુરો સર્જરી ઉપલબ્ધ: ડો. સચીન ભીમાણી
સેલસ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે કાર્યરત ડો. સચિન ભીમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મગજમાં હેમરેજ, ગાંઠ કે મણકામાં ભાંગતૂટ ખોપરીમા તીરાડ કે ફ્રેકચર થયેલુ હોય, મગજમાં પાણી ભરાતું હોય તેવા પ્રકારની બિમારી અમારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં ન્યુરો સર્જરી માટે જરૂરી એવું સેટઅપ છે. જેમાં અમે કોઈપણ સર્જરી માટે માઈક્રોસ્કોપ નો ઉપયોગ કરતા હોય એ છીએ ન્યુરોસર્જન જે માઈક્રો સ્કોપ વગર સર્જ કરે તો એક પ્રકારનો ક્રાઈમ કહેવાય અમારી હોસ્પિટલમાં ન્યુરો માઈક્રોસ્કોપ છે. જે વર્લ્ડનો સારામાં સારો માઈક્રોસ્કોપ છે. મગજમાં નશ ફાટવાની સર્જરી, મગજની ગાંઠ, મગજની નશ દબાવી જેવી ખૂબ બારીકી વાળી સર્જરી તેનાથી આસાનીથી કરીએ છીએ. અમારી હોસ્પિટલમાં ૨૦ બેડનું આઈસીયુ છે.ક્રિટીકલ કેર માટેનો પણ પૂરતો સ્ટાફ છે. આઈસયુના બેકઅપ સાથે ફૂલ ટાઈમ ડોકટરની ટીમ સાથે ટીમનો અમારો કવોલીફાઈડ સ્ટાફ હંમેશા કાર્યરત હોય છે. એક ૧૦૪ વર્ષના માજીને પડી જવાથી મગજમાં હેમરેજ થયું હતુ સર્જરી કર્યા પછી અમે તેમને આઈસીયુમાં રાખ્યા પેસન્ટ બેભાન હાલતમાં અહી દાખલ થયા હતા. ઓપરેશન બાદ હાલ આ માજી એકદમ સ્વસ્થ છે. અને પોતાનું નિયમિત જીવન જીવી રહ્યા છે.
સેલસનું આઈ.સી.યુ. તમામ આધુનિક ઉપકરણોથી સજ્જ: ડો. નરેશ બરાસરા
સેલસ હોસ્પિટલમા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ તરીકે કાર્યરત ડો. નરેશકુમાર બરાસરાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે ખૂબજ જોખમી રીતે ઘવાયેલા અને અકસ્માતના દર્દીઓને મેડીકલ આઈ.સી.યુ. દાખલ કરવામાં આવે છે. અમારૂ આઈ.સી.યુ.એ આધુનીક ઉપકરણોથી સુજજ છે. વેન્ટીલેટર કે જેમાં બ્લડ પ્રેસર, ટેમ્પરેચર, હૃદયના ધબકારા અને શ્ર્વસનની ગતિનું દરમિનિટે મોનીટર થાય છે. જેથી દર્દીની હાલત બગડે તો તેનું તાત્કાલીક નિદાન થઈ શકે, અમારા આઈ.સી.યુ.માં બેડ સાઈડ ડાયાબીટીસની સુવિધા પણ છે. ઉપલબ્ધ છે. સેન્ટ્રલ ઓકસીજન અને સેન્ટ્રલ સકસની પણ સુવિધાઓ છે. અમારા આઈ.સી.યુ.માં ફૂલ ટાઈમ મેડીકલ ઓફીસર, અનુભવી અને ટ્રેનીંગ લીધેલા નર્સીંગનો સ્ટાફ પણ છે. હાલ જ એકદર્દીને મગજમાં ડેંગ્યુની અસર થઈ ગઈ હતી અને બેભાન હાલતમાં લાવવામા આવ્યા હતા. જેનું અમે તાત્કાલીક નિદાન કરી ખૂબજ ધનીષ્ઠ સારવાર આપી વેન્ટીલેટર પર મૂકી તેને બચાવામાં આવ્યો હતો હાલ આ દર્દી નોર્મલ છે. પોતાની બધી જ ક્રિયાઓ હવે જાતે કરે છે.
ડાયાબીટીસ અને બીપી રોગ પર મારો ૧૫ વર્ષનો અનુભવ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ડો.વી.બી. કાસુન્દ્રા
સેલસમાં ડાયાબીટીસ અને બીપીના નિષ્ણાંત તરીકે સેવા આપતા ડો. વી.બી. કાસુન્દ્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે એમબીબીએસ કર્યા પછી જસદણમાં ૩૦ વર્ષથી પ્રેકટીસ કરૂ છું ડાયાબીટીસ અને હાઈપર ટેન્સન મારા રસના વિષય છે. એટલે ૧૫ વર્ષથી ડાયાબીટીસ ઉપર રિસર્ચ પેપર તૈયાર કરી રહ્યો છું તેના અનુસંધાને જે અનુભવો મળ્યા છે. તેમાં મને ઘણુ જાણવા મળ્યું છે. સામાન્ય રીતે ડાયાબીટીસ વારસાગત થતો હોય છે. ૧૦૦માંથી ૪૦ કેસોમાં જ ડાયાબીટીસ વારસાગત હોય છે. બાકીના કિસ્સાઓમાં એમ જ આવે છે. અમારી સેલસ હોસ્પિટલમાં ૨૪ કલાક ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે. ડાયાબીટીસ અને બીપીના દર્દીઓ માટે અહી તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે.
કેન્સર વાળુ હાડકુ દૂર કરીને આર્ટીફીશીયલ હાડકુ મૂકવાની સારવાર ઉપલબ્ધ: ડો. હિમાંશુ કાનાણી
સેલસમાં ઓથોપેડીક સર્જન તરીકે કાર્યરત ડો. હિમાંશુ કાનાણીએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે મારી સ્પેશ્યાલીટી ઓર્થોપેડીકમાં ટ્રોમાની છે. અહી બે આધુનીક ઓપરેશન થીયેટર છે. આધુનિક ઈન્સ્ટુમેન્ટ છે તથા દૂરબીનથી ઓપરેશન કરવાની સુવિધાઓ પણ છે.
ઓમકો ઓર્થોએ હાડકાના કેન્સરની સારવાર છે. પહેલાના સમયમાં હાથ પગના હાડકામાં કેન્સર થતું તેમાં હાથ પગ કાપવા પડતા હતા હવે આ સારવારમાં હાડકાનો કેન્સરવાળો ભાગ કાઢીને ત્યાં આર્ટીફીસીયલ હાડકુ મૂકવામાં આવે છે. જેનાથી હાથ પગ બચાવી શકાય છે. થાપા અને ગોઠણના હાડકા બદલવાની પ્રોસેસ થાય છે. સારવાર માટેનું હાઈટેક ઓપરેશન થીયેટર આ હોસ્પિટલમાં છે.જેનાથી દર્દીને ચેપ લાગવાનો ભય રહેતો નથી. હમણા થોડા સમય પહેલા એક દર્દીને મોટર સાયકલમાં અકસ્માત થયો હતો જેમાં તેના પગનું હાડકુ ભાંગી ગયું હતુ અને લોહીની નસ ફાટીગઈ હતી. પરંતુ આ દર્દીના થોડા સમયમાં અમારી હોસ્પિટલમાં પહોચી જતા અમે યોગ્ય સારવાર આપી શકયા જેથી તે હાલ સંપૂર્ણ સાજો થઈ ગયો છે.
માનવસેવાના ધ્યેયથી સૌને પરવડે તેવા ચાર્જમાં હોસ્પિટલ ચલાવીએ છીએ: ડો. ધવલ ગોધાણી
સેલસ હોસ્પિટલનું સંચાલન કરતા ડો. ધવલ ગોધાણીએ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે હોસ્પિટલનું તમામ મેનેજમેન્ટ મારી પાસે છે. સેલસ ૬૦ બેડની મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. જેમાં આઈસીયુની વ્યવસ્થા ઉપરાંત બે ઓપરેશન થીયેટર છે. અત્યંત આધુનિક સાધનો સાથેનું ઓપરેશન થિયેટર છે. વર્લ્ડ કલાસ માઈક્રોસ્કોપ પણ છે. જે સૌરાષ્ટ્રમાં ફકત સેલસ હોસ્પિટલમાં જ છે. અહી ૨૪ કલાક સારવાર આપવામાં આવે છે. ને પરવડે તેવા ચાર્જમાં અહી સારવાર આપવામાં આવે છે. ફકત પૈસા કમાવવા માટે જ નહી માનવ સેવાના ધ્યેય સાથે માનવીને મદદરૂપ થઈ શકીએ એ ઉદેશ્યથી હોસ્પિટલ ચલાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ૨ વર્ષમાં ૨૨ જેટલા કેમ્પ કર્યા છે. જેનો હજારો દર્દીઓ વિના મૂલ્યે લાભ લીધો છે. ન્યુરોસર્જરી, યુરોસર્જરી, ઓથોસર્જરી, જનરલ લેપોસ્કોપી સર્જરી, એન્કો સર્જરી, તેમજ કાર્ડીયોલોજી સુપર સ્પેશ્યાલીટી અને સ્પેશ્યાલીટી ટીમ દ્વારા સારવાર આપવામાં આવે છે.
લેટેસ્ટ દૂરબીન સાથેની સર્જરીની સુવિધા સૌરાષ્ટ્રભરમાં એક માત્ર સેલસમાં: ડો. પ્રતિક રાવલ
સેલસ હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે કાર્યરત ડો. પ્રતિક રાવલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે મારી સ્પેશ્યાલીટી બધા જ પ્રકારની સર્જરી તેમજ લેપ્રોસ્કોપીમાં છે. કેન્સર,છાતીની ગાંઠ, થાઈરોઈડની ગાંઠ પગનો સડો, આ બધા જ પ્રકારની સર્જરીની સારવાર આપવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં તદન આધુનિક અને અધ્યતન સુવિધા વાળી ૬૦ બેડની હોસ્પિટલ છે. અધ્યતન આઈસીયુ છે. તથા જનરલ વોર્ડની સાથે સાથે સ્પેશ્યલ વોર્ડની પણ સુવિધા છે. લેટેસ્ટ દૂરબીનની સુવિધા સૌરાષ્ટ્રમાં ફકત સેલસ હોસ્પિટલમાં જ છે. મેદસ્વીતા ઓછી કરવા માટેની ઓપરેશનની વ્યવસ્થા પણ છે. ખૂબજ ઓછા ખર્ચે અહી સારવાર આપવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં બધા જ ડિપાર્ટમેન્ટ છે. ન્યુરોસર્જરી, જનરલ સર્જરી, આઈસીયુ સ્પેશ્યાલીટીની સારવાર અહી થાય છે માટે કોઈપણ કીટીકલ પેશન્ટ હોય તો અહી બધા જ પ્રકારની સારવાર આપી શકાય છે.
તાજેતરમાં મેં વાંકાનેર બાજુ એક દર્દીનું ઓપરેશન કરેલુ દર્દીને માથામાં ઈજા હતી મગજમાં હેમરેજ હતુ. છાતીમાં ઈજા હતી આંતરડા ફાટયા હતા અને છાતી અને પેટ વચ્ચેનો પડદો ફાટી ગયો હતો. પેશન્સ ખૂબ ખરાબ સ્થિતિમાં હતો અમારી ટીમ દ્વારા ઓપરેશન કરી સારવાર આપવામાં આવી હતી. ૧૪ દિવસની સારવાર બાદ આ દર્દી હાલતો ચાલતો થઈ ગયો હતો.
૪૦ બેડની ઈમરર્જન્સી અને ૨૦ બેડનું આઈસીયુ દર્દીઓની સેવા માટે ઉપલબ્ધ: ડો. સાવન છત્રોલા
સેલસ હોસ્પિટલમાં મેડીસીન વિભાગ સંભાળતા એમ.ડી.ડી.એન.વી. ડો. સાવન છત્રોલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સેલસ હોસ્પિટલ ૬૦ બેડની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે જેમાં ૪૦ બેડ ઈમરજન્સી સારવાર માટે અને ૨૦ બેડનું આઈસીયુ છે.ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ, શ્ર્વાસ, હૃદયના દર્દીઓ માટે સારવાર અહી ઉપલબ્ધ છે. બીજી કોર્પોરેટ હોસ્પિટલ સામે આ મારી ફી ૩૦ થી ૪૦ ટકા ઓછી છે. હમણા થોડા દિવસ પહેલા એક પંદર વર્ષના કિશોરને ડેંગ્યુ થતા તે કોમામાં જતો રહ્યો હતો જેને અમે સારવાર આપી હતી જે હાલમાં ફરીથી ચાલતો ફરતો થઈ ગયો છે. તેના જેવી અનેક દર્દોમાં અમે સફળતા મેળવી છે. અમારી હોસ્પિટલમાં દરેક લેવલની સારવાર ઉપલબ્ધ છે. પરંતુ એના ચાર્જીસ મીડલ કલાસ ફેમિલીને પરવડે તેવા હોય છે. અમારી હોસ્પિટલમાં બધી જ ઈમરજન્સી સારવાર લેબોરેટરી અને ફાર્મસી બધુ ૨૪ કલાક ઉપલબ્ધ હોય છે.