સાબરકાઠા જિલ્લામાં કોરોના વાઈરસને પગલે લૉકડાઉન કરાતા પાન, બીડી અને મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે. પાનના ગલ્લાવાળાઓ અને કાળાબજારીયાઓ બેફામ લૂંટ મચાવી છે તેઓ બ્લેકમાં પાન, બીડી, સિગારેટ અને મસાલા ડબલથી પણ વધુ ભાવે વેચી રહ્યા છે. બજારો બંધ હોવાથી જેમની પાસે અગાઉનો માલ પડ્યો છે તે હવે ઉંચા ભાવે વેચી રોકડી કરી રહ્યા છે.
કોરોના વાઈરસના ફેલાવાને પગલે લૉકડાઉન જાહેર થતા વ્યસનીઓ ડબલથી વધુ ભાવ આપી મસાલાથી લઈને સિગારેટ જેવી વસ્તુઓ ખરીદવા દોડાદોડ કરી રહ્યા છે. લૉકડાઉનમાં પાનના ગલ્લાઓ બંધ હોવાથી વ્યસનીઓ તેમના ઓળખીતા પાનાવાળાઓનો ફોન પર સંપર્ક કરી ડબલ ભાવે પણ આ વસ્તુઓની માંગણી કરી રહ્યા છે. જોકે લૉકડાઉનમાં પોલીસની સતત હાજરી વચ્ચે પાનવાળા પણ માલ કેવી રીતે પહોંચાડવો તેની દ્વિધામાં છે.
કેટલાક પાનની દુકાનવાળા પોતાના ઓળખીતાઓે પાસેથી થોડા વધારે પૈસા લઈને આ વસ્તુઓ આપતા હોય છે. આ ઓળખીતાઓ બાદમાં ડબલ અને જેવો ઘરાક એવો ભાવ ગણીને પાન, બીડી, સિગારેટ અને મસાલા વેચી રહ્યા છે. તે સિવાય પોલીસના રડારમાં ન આવી જવાય તે માટે આ શખ્સો ગલીગુંચીમાં આ વસ્તુઓ વેચી રહ્યા છે.તો ઇડર શહેરના કેટલાક પાન મસાલા ના બંધણીઓ ને કેટલાક દુકાનદારો હોમ સર્વિસ પુરી પાડી રહ્યા છે.તો ગામડામાં પાનમસાલા ની દુકાન ધરાવતા ગણા ખરા વેપારીઓ પોતાના રહેઠાણથી પોતાનો ધંધો કરી જ રહ્યા છે.ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના કાયદાનો આવા વેપારીઓ યેનકેન પ્રકારે ધજાગરા કરી રહ્યા છે.