રૂ.૮.૫૦ લાખથી લઈ ૧૧.૮૦ લાખની અપસેટ પ્રાઈઝ સામે હાઈએસ્ટ રૂ.૨૫.૭૦ લાખ ઉપજયા: ૧૦૮ આસામીઓએ લીધો હરાજીમાં ભાગ
શહેરના કુવાડવા રોડ પર ડિ-માર્ટની પાછળ વૃંદાવન સોસાયટીમાં મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાની ૩૪ દુકાનો વેચાણથી આપવા માટે આજે એસ્ટેટ શાખા દ્વારા જાહેર હરરાજી હાથ ધરવામાં આવી હતી. જે ખુબ જ સફળ રહેવા પામી છે. તમામ ૩૪ દુકાનોનું વેચાણ થયું છે અને મહાપાલિકાને રૂ.૪.૮૯ કરોડની તોતીંગ આવક થવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પર ડિ-માર્ટની પાછળ વૃંદાવન સોસાયટીમાં મહાપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર ૩૪ દુકાનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ દુકાન વેચાણથી આપવા માટે જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. આ હરાજીમાં ૧૦૮ આસામીઓએ ભાગ લીધો હતો. અલગ-અલગ દુકાનની સાઈઝ મુજબ રૂ.૮.૫૦ લાખથી લઈ રૂ.૧૧.૮૦ લાખ સુધીની અપસેટ પ્રાઈઝ નકકી કરાઈ હતી. જાહેર હરાજી દરમિયાન સૌથી ઉંચી બોલી રૂ.૨૫.૭૦ લાખની લાગી હતી. ૩૪ દુકાનોનું વેચાણ થતા મહાપાલિકાને રૂ.૪.૮૯ કરોડ જેવી આવક થવા પામી છે.