90 ટકા લંગ્સના ઇન્ફેક્શન વાળા ગંભીર દર્દીઓ સેલસ હોસ્પિટલમાં થયા સાજા
સેલસ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને મરતાવળા સ્વભાવના કર્મચારીઓની તનતોડ મહેનતથી રિક્વરી રેટ સર્વશ્રેષ્ઠ રહ્યો
આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપે છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ આરોગ્ય સંભાળની સંસ્થાએ લાખો દર્દીઓને આ ભયંકર મહામારીમાં સેવા પૂરી પાડી છે. ત્યારે આવી જ એક આરોગ્ય સંભાળ માટેની સંસ્થા એટલે રાજકોટની પ્રખ્યાત સેલસ હોસ્પિટલએ આ મહામારીમાં ઉમદા કામગીરી કરી ઘણા દર્દીઓને આ મહામારીની ચપેટમાંથી બહાર કાઢી જીવનદાન આપ્યા છે તેમજ હોસ્પિટલના ક્ધસલ્ટન વિભાગ, ડોક્ટર્સ, નર્સીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસરઓએ દિવસ-રાત એક કરી માત્ર ત્રણથી ચાર કલાક ઉંઘ કરી દર્દીઓને સારવાર કરી છેે. તેમજ રીક્વરી રેટના દરમાં તેમજ જ્યારે આ કપરા સમયમાં ઓક્સિજનની અછત સર્જાઇ હતી તેને પહોંચી વળવા વિશેષ તૈયારી કરી ગમે તે સંજોગોમાં હોસ્પિટલ ખાતે ઓક્સિજનની વ્યવસ્થા જાળવી રાખી છે. આઇ.સી.યુ.ના 24 થી 25 સ્કોરના દર્દીઓની પણ રીક્વરી લઇ આવ્યા છે ત્યારે સેલસ હોસ્પિટલ હાલ અન્ય હોસ્પિટલ માટે પ્રેરણારૂપ બની છે તેમજ ત્રીજી લહેર માટે પણ પૂર્વ તૈયારીઓથી સજ્જ થઇ ચુકી છે.
ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓથી સજજ સેલસ હોસ્પિટલ
ઈશ્ર્વર કરે અને ત્રીજી લહેર ના આવે જો ત્રીજી લહેર આવશે તો તેની માટે સેલસ હોસ્પિટલ અત્યારથી જ સજજ થઈ ચૂકી છે. જેમાં ઈન હાઉસ ઓકિસજન પ્લાન્ટનું પ્લાનીંગ ચાલુ છે. જેથી ઓકિસજનની ઘટ જોવા ન મળે બીજી જે રીસોરસીસ જેની જરૂર છે તે ઈન્ફ્રાસ્ટકચર લેવલે તેમાં વધારાની 200 લીટર વાળી ઓકિસજનની ટેન્ક આવે છે. તે નવી વસાવાના છે. તેમજ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન મશીન પણ ઉપલબ્ધ કરાવી દીધું છે. જેથી દર્દીઓને લાઈનમાં ઉભુ રહેવું ન પડે હોસ્પિટલ ખશતે દાખલ થતા જ સારવાર શરૂ થઈ શકે. તથા વેન્ટીલેટર અમે વસાવી લીધા છે. જેથી જરૂરીયાત વાળા દર્દીઓનો સમાવેશ કરી શકી તેમજ ફલોમીટરની પણ વ્યવસ્થાઓ કરી દીધી છે. હાલ અમે 110 ટકા પૂર્વ તૈયારીથી ત્રીજી લહેર સામેની તૈયારીઓ કરીદીધી છે. તેમજ સ્ટાફને સતત ટ્રેનીંગ આપી રહ્યા છીએ મેનેજમેન્ટ લેવલે કોઈ પણ જગ્યાએ ગેપ પડવા દેવો નથી દર્દીઓને કોઈપણ જાતનીતકલીફ ન પડે તે માટે સંપૂર્ણ સીસ્ટમ એક નેતૃત્વ હેઠળ કાર્યરત રહેશષ અમારી ડોકટર ટીમ જે પહેલેથી જ આ મહામારીમાં કાર્ય કરી રહી છે. તે હંમેશા ખડે પગે કાર્યરત રહેશે અને વધુને વધુ દર્દીઓને ઝડપથી સારવાર આપી સાજા કરી તેમના ઘરે પહોચાડશે.
ઓક્સિજનની કાયમી પૂરી પાડી છે વ્યવસ્થા, રીક્વરી રેટના દરમાં સતત વધારો જોવા મળ્યો છે: ડો. ધવલ ગોધાણી
કોરોના મહામારીનું સેક્ધડ વેવ ઘણુ બધુ ભયંકર રહ્યું છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થતા હતાં. એક જ પરિવારના 5 થી 6 લોકો એક સાથે સંક્રમીત થયા છે. રાજકોટમાં બેડની અછત સર્જાઇ હતી. લોકો બેડ માટે વલખાઓ મારતા હતા ત્યારે સેલસ હોસ્પિટલ ખાતે વધારે દર્દીઓને બેડની વ્યવસ્થા મળી રહે તેમજ ઝડપથી તેમને સારવાર મળી રહે તો ઝડપથી તેઓ સાજા થાય અને સામે અમે બીજા દર્દીઓને તાત્કાલીક ધોરણે દાખલ કરી તેને ઝડપથી સારવાર કરી એ રીતનું આખુ પ્લાનીંગ કર્યુ છે. જેમાં ક્ધસલ્ટન અને સ્ટાફ જોડે સંકલન કરી એવી સીસ્ટમ શરૂ કરી બને એટલી ઝડપથી દર્દીઓને સાજા કરી નવા દર્દીઓને સારવાર મળી શકે જેથી વધુમાં વધુ દર્દીઓને ઝડપથી સારી સારવાર આપી શકે. કોરોનાની પ્રથમ લહેરએ બીજી લહેર જેટલી ગંભીર ન હતી. લોકો તો સંક્રમીત થવાનો રેસીયો ખૂબ ઓછો હતો ત્યારે સેક્ધડ વેવમાં લોકો અતિ ઝડપથી સંક્રમીત થઇ રહ્યા હતાં.
દર્દીઓની સંખ્યામાં વધારો થયો જેના કારણે બેડની, ઓક્સિજનો, રેમડેસીવીર, ઇન્જેક્શન, મીડાઝોલ્મ ઇન્જેક્શન આ તમામની મોટી સંખ્યામાં અછત જોવા મળી. આવી પરિસ્થિતિમાં સેલસ હોસ્પિટલ પાસે માનવશક્તિ ખૂબ વધારે હોવાથી આ તમામ સમસ્યાઓની સામે અડીખમ રહી દર્દીઓને સેવા પૂરી પાડી છે. ઓક્સિજનની જે ગંભીર અછત થોડાક દિવસો પહેલા રાજકોટ અને સમગ્રરાજ્યમાં જોવા મળી હતી ત્યારે આ કટોકટીના સમયમાં અમે પાંચ અલગ-અલગ ટ્રકની વ્યવસ્થા કરેલી ઓક્સિજનના દરેક પ્લાન્ટ ખાતે એક ટ્રકની સાથે એક વહીવટીવાળી વ્યક્તિ સાથે જ રહેતી જ્યાં સુધી ઓક્સિજન ભરાઇ જાય ત્યાં સુધી ટ્રક સાથે જ તે વ્યક્તિ રહેતો ક્યારેક બે-બે દિવસ પણ થઇ ગયા હતાં. પરંતુ દર્દીઓ હેરાન ન થાય તે માટે દિવસ-રાત સેલસ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે હાજર રહેતો અને પોતાની ફરજ બજાવતો તેમજ તંત્ર સાથે પણ સંકલન બનાવી રાખતા કલેક્ટર, નોટલ ઓફીસર, એ.ડી.કલેક્ટર જોડે સતત સંપર્કમાં રહેતા તેમજ આ અધિકારીઓને વિંનતી કરી અને વિવિધ જગ્યાએથી ઓક્સિજનનો વ્યવસ્થાનો ગોઠવણી કરતા આ કપરા સમયમાં માત્ર ત્રણથી ચાર કલાકની ઉંઘ કરી અમારો સ્ટાફ પોતાની ફરજ બજાવતો હતો.
અમારુ માત્ર એક જ લક્ષ્ય હતું. કોઇપણ સંજોગમાં અમારા દર્દીઓએ ઓક્સિજનની અછતને કારણે સેલસ હોસ્પિટલમાંથી ટ્રાન્સફર ન લેવુ પડે તેની તમામ તકેદારીઓની જાળવણી રાખી છે. અમારો એક પણ દર્દી ઓક્સિજન વગર હેરાન થયો નથી તેનો અમને ગંધ છે. સેલસ હોસ્પિટલ તો રીક્વરી રેટ આજ દિવસ સુધીનો બીજી હોસ્પિટલ કરતા ખૂબ સારો રહ્યો છે. કોરોનામાં જે દર્દી આઇ.સી.યુ. પર હોય તેના રીક્વરીના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. ત્યારે અમારો આઇ.સી.યુ.ના દર્દી જે 20થી 25 ટકા વાળા હોય તે પણ રિક્વરી લઇ અને સાજા થઇ હોસ્પિટલ ખાતેથી પોતાના ઘરે ગયા છે. સીટી સ્કેનમાં જે દર્દીનો 90 ટકા લંગ્સમાં ઇન્ફેક્શન લાગ્યુ બતાવે છે. એવા દર્દીઓ પણ રીક્વર થઇને હોસ્પિટલથી તેમના ઘરે પહોચ્યા છે. અમારા સ્ટાફની સતત 12 કલાકની નોકરી હોય છે. બે શિફ્ટમાં કામ કરે છે. અમારા ક્ધસલ્ટન હોસ્પિટલમાં જ હાજર રહે છે. સવારે 8થી રાતના 11 વાગ્યા સુધી હોસ્પિટલમાં જ હાજર રહે છે. ઇમરજન્સીમાં તાત્કાલીક દર્દી પાસે પહોંચી જાય છે તેમજ મેડીકલ ઓફીસ અને સ્ટાફ બેકઅપમાં ઓન ગ્રાઉન્ડ હોય છે. આ ચેઇનથી કામ કરી અમે રીક્વરી રેટ સારો લઇને આવ્યા છીએ. અમને ગર્વ છે કે ક્રિટીકલ કંડીશનવાળા દર્દીઓને પણ રીક્વર કરી તેમના ઘરે પહોંચાડ્યા છે.