- એમઆરસીસી મુંબઈ દ્વારા બાર ખલાસીઓનો બચાવ
સલાયાના ‘અલ પિરાને પીર’ નામના જહાજ બે દિવસ પહેલા પોરબંદરથી જનરલ કાર્ગો ભરી ઈરાનના અબ્બાસ પોર્ટ પર જવા નિકળેલ જે સવારે 8 વાગ્યા આસપાસ મધદરિયે ખરાબ હવામાનને લીધે ડૂબવા લાગેલ જે અંગે મુંબઈના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરને જાણ કરાતા રેસ્ક્યુ ટીમ દ્વારા મધદરિયે પહોંચી ડૂબી રહેલ જહાજના તમામ 12 ખલાસીઓને બચાવી લીધા હતા જેઓને આવતીકાલ સુધીમાં પોરબંદર લાવવામાં આવનાર છે. વહાણ ડૂબવાના સમાચારને લીધે માચ્છીમાર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ હતી.