આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો ભક્તોએ વિશાળ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા હતા.ત્યારે આજ રોજ અમિત શાહે સાળંગપુર હનુમાન મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ચાલો જાણીએ ભોજનાલયની વિશેષતા વિશે….
હોટલ કરતા પણ વધુ લોકો જમી શકશે આ ભોજનાલયમાં
7 વીઘા જમીનમાં ફેલાયેલી આ ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે. સમગ્ર સંકુલ 255 સ્તંભો પર ઊભું છે. લગભગ 4550 સ્ક્વેર ફૂટમાં બનેલા હાઈટેક કિચનમાં એક સાથે 20 હજાર લોકો માટે ભોજન રાંધવામાં આવશે. ભોજનમાં દરરોજ દાળ-ભાત, રોટલી-શાક, ખીચડી અને સુખડી બનાવવામાં આવશે. રેસ્ટોરન્ટમાં બે માળ પર કુલ 7 ડાઇનિંગ હોલ છે.
બંને હોલમાં 328-328 એટલે કે 656 ડાઇનિંગ ટેબલ લગાવવામાં આવ્યા છે. જેમાં 4 હજારથી વધુ લોકો એકસાથે ડાઈનિંગ ટેબલ પર બેસીને જમી શકે છે ભાગ્યે જ આવી વ્યવસ્થા તમને હોટલમાં જોવા મળશે જેવી અહીં મંદિરના ભોજ્નાલયમાં આપવામાં આવશે. આ સિવાય બીજા અને ત્રીજા માળે 2 VIP ડાઇનિંગ હોલ છે. રેસ્ટોરન્ટમાં કુલ 79 રૂમ બનાવવામાં આવ્યા છે. સંકુલમાં 5 લિફ્ટ પણ છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર 75 ફૂટ પહોળાઈની કુલ 28 સીડીઓ અને એક લિફ્ટ પણ બનાવવામાં આવી છે.
કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું કરાયું હતું અનાવરણ
બોટાદ જિલ્લાના સાળંગપુરધામેં આ ૫૪ ફૂટની એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. મળતી માહિતી મુજબ પંચધાતુથી બનેલી 30 હજાર કિલો વજનની આ મૂર્તિ સાત કિમી દૂરથી જોઈ શકાય છે. આ સિવાય આ પ્રતિમાની કિંમત છ કરોડ રૂપિયા છે.
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ તેમજ વરિષ્ઠ સંતો-મહંતો સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરાયા બાદ રાત્રે ડાયરો યોજાયો હતો. જેમાં ઓસમાણ મીર અને નિર્મળદાન ગઢવી સહિતના ગાયકોએ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.