સાળંગપુર કષ્ટભંજન દેવનું રાજકોટમાં આગમનને વધાવવા ભાવિકો અધિરા વિભોર
રાજકોટમાં એક એવી ઐતિહાસિક કથા યોજાશે કે જેનાથી રંગીન નગરી ધર્મમય બની રહેશે.
રાજકોટમાં વિહાર હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની એક ટીમ સાળંગપુર હનુમાન ધામમાં દાદાને કંકોત્રી પાઠવવા પહોચી હતી.
રાજકોટ ખાતે 27 ડિસેમ્બર થી વિરાટ હનુમાન ચાલીસા યુવા કથા યોજાશે રાજકોટમાં ધર્મ ભક્તિ સાથે યુવા જાગરણ અને રાષ્ટ્રપ્રેમનો સંગ રચાશે એક તેજોમય કિરણ રંગીલા રાજકોટની ધરા પર પડશે અને સાળંગપુરના કષ્ટભંજન દેવ સ્વયં ત્યાં પધારશે , હિન્દુ ધર્મમાં કળિયુગમાં જાગૃત દેવ તરીકે કષ્ટભંજન હનુમાનજી મહારાજનો અનેરો પ્રભાવ જોવા મળી રહ્યો છે , ખાસ કરીને યુવાનોમાં પણ હનુમાનજીની ભક્તિનો શ્રદ્ધા સંગમ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતિક હનુમાનજી મહારાજ અને હનુમાન ચાલીસા ના માધ્યમથી રાષ્ટ્રભક્તિ અને શુભ મંગલ સંયોગ યોજવા માટે ધર્મ સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા માટેના પ્રયોગ સાળંગપુર કષ્ટભંજન દેવના પ્રમુખ સ્થાને રાજકોટ ખાતે હનુમાન ચાલીસા યુવા કથાના વિરાટ આયોજનના માધ્યમથી સૌ પ્રથમ વખત ગુજરાતમહ ના રાજકોટ માં થવા માટે જઈ રહ્યો છે
આ સમગ્ર આયોજનમાં રાજકોટના હનુમાન ભક્તો સેવકોની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી લોકોને મોટી સંખ્યામાં જોડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના આયોજકોના પ્રતિનિધિઓની ટીમ કથા મહોત્સવ માટેનું શ્રીફળ લેવાની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સાળંગપુર આવી પહોંચી હતી આ દરમિયાન સમગ્ર આયોજન વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે સૌ પ્રથમવાર આવું આયોજન રાજકોટ ના આંગણે થય રહ્યું છે.
વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્ર માં યુવાનો કેન્દ્રસ્થાને રહેશે આગામી તારીખ 27 ડિસેમ્બર 2022 થી 1 જાન્યુઆરી 2023 દરમિયાન રાજકોટ ખાતે આવેલા રેસકોશ મેદાન ખાતે છ દિવસ સુધી દરરોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના વિદ્વાન વક્તા શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રી ના વ્યાસાસને યોજાનાર હનુમાન ચાલીસા યુવા કથા દરમિયાન હનુમાન ચાલીસા ના મૂળભૂત અર્થો અને અસરકારકતાથી લોકોને પરિચિત કરવામાં આવશે આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરી શ્રેષ્ઠ નાગરિકના ઘડતર માટે પ્રેરણ આપવામાં આવશે જે માટે આ કથા દરમિયાન રાષ્ટ્રધ્વજ કેન્દ્રસ્થાને રાખી દરરોજ સમૂહમાં સન્માન ભૈર રાષ્ટ્રગાન કરવામાં આવશે ત્યારે સૌ પ્રથમવાર ધર્મ ભક્તિ સાથે યુવા શક્તિ જાગરણ અને રાષ્ટ્રભક્તિ જાગરણના અમૂલ્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોને ભાગ લેવા પાઠવવામાં આવ્યું છે.