વિશ્વ પ્રસિઘ્ધ તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ અતિપવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પદોલોત્સવ તારીખ 7-3-2023, મંગળવારના રોજ યોજાયો છે.જેની તડામાર તૈયારી છેલ્લા અઠવાડિયાઓથી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી ભક્તસમુદાય આ ઉત્સવમાં આવશે.
મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 30 જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અનુભવી સંતો તથા અન્ય સ્વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જેમાં મેડિકલ વિભાગના નિષ્ણાત તબીબો અને ઈમરજન્સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે. તારીખ 7 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે પુષ્પદોલોત્સવની વિરાટ સભા માટે વિશાળ મેદાનને સ્વચ્છ અને સમતળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયો છે.
જેમાં સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરશે તથા મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાશે. આમ ભારતીય ધુળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાશે. આ રીતે, ઇઅઙજ સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પદોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે.