૪૫થી વધુ લોકોએ અવનવા સલાડ બનાવ્યા
સિઝન્સ સ્ક્રવેર કલબ દ્વારા તાજેતરમાં સલાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૪૫ થી વધુ લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. તેમાં અવનવા સલાડ બનાવવામાં આવ્યા હતા આ સ્પર્ધાને નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા આ ઉપરાંત સિઝન્સ સ્ક્રવેર કલબ દ્વારા દર વર્ષે ઓપન સૌરાષ્ટ્ર કરાઓકે સ્પર્ધા, સંગીતના કાર્યક્રમો નિયમિત રીતે યોજાય છે.તેમજ ગરીબ અને ઝુપડપટ્ટીના બાળકોને ભોજન, કપડા વિતરણ તથા મેડિકલના સાધનો જ‚રીયાતમંદોને આપવાના કાર્યો પણ કરવામાં આવે છે.
ત્યારે સળંગ બીજા વર્ષે સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સિઝન્સ સ્કવેર કલબ દ્વારા સલાડ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુંહતુ જેમાં ૪૫થી વધુ લોકોએ ભાગ લીધોહતો. તેમજ અવનવી વેરાઈટીમાં સલાડ બનાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઝન્સ સ્કવેર કલબના અજય જોષી તેમજ તેમની ટીમ એ જહેમત ઉઠાવી હતી.