- લોકસાહિત્યકાર દેવાયત ખવડની ‘ડગરી’ કેમ છટકી?
- છેલ્લા એક વર્ષથી સોશ્યલ મિડીયામાં એક બીજાને ભરી પીવાની દેવાતી ધમકીના કારણે રેકી કરી ગરાસીયા યુવાન પર હુમલો કરાયો
- દેવાયત ખવડની ‘ધોકાવાળી’ પાછળ માનસિક ત્રાસ કારણભૂત?
હત્યા અને હત્યાની કોશિષ જેવા ગુના પાછળ છણીક ગુસ્સો કારણભૂત હોય છે. પરંતુ ગઇકાલે બપોરે સર્વેશ્ર્વર ચોકમાં ગરાસીયા યુવાન પર થયેલા ખુની હુમલા
પાછળ છેલ્લા એક વર્ષથી સોશ્યલ મિડીયામાં આક્ષેપ- પ્રતિઆક્ષેપની ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરી બન્ને વચ્ચેની ‘વોર’ પરાકાષ્ટેએ પહોચતા જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડની ડગી છટકી હોવાની માનસિક ત્રાસથી કંટાળી સરાજાહેર ધોકાવાળી કરી હોવાનું કારણભૂત હોવાનું જણાય રહ્યું છે.
રવિરત્ન પાર્કમાં 1 વર્ષ પહેલા કાર પાકિંગ જેવી સામાન્ય બાબતની બોલાચાલી સતત અપમાન જનક અને સામાજીક હાતિ પહોંચે તેવી સોશ્યલ મીડીયામાં થતી પોસ્ટ ખુની હુમલા પાછળ જવાબદાર ગણવામાં આવે છે.
વળતો હુમલો થવાની દહેશતથી બન્ને જુથ વચ્ચે તનાવ: દેવાયત ખવડ સહિત ત્રણ સામે નોંધાતો હત્યાની કોશિષનો ગુનો
એકબીજાને ભરી પીવાની દેવાયેલી ધમકીના કારણે દેવાયત ખવડે પોતાના બે – મિત્રો સાથે કારમાં સર્વેશ્ર્વર ચોકમાં આવી મયુરસિંહ સંપટસિંહ રાણા પર સરાજાહેર લાકડી અને પાઇપથી ખુની હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટનાના સીસી ટીવી કુટેજ વાયરલ થતા બન્ને જુથ વચ્ચે વધુ તનાવ સર્જાય અને વળતો હુમલો થશે તેવી દહેશત સાથે ચકચાર મચી ગઇ છે.
પોલીસ મિત્ર કહેવાતા રાજકોટના લોકસાહિત્યકાર દેવાયત ખવડની દાદાગીરી સામે આવી છે. દેવાયત ખવડ અને તેની સાથેના બે સાગરીતો એ ગઈકાલે સર્વેશ્વર ચોક નજીક જૂની અદાવતના મનદુ:ખમાં ગરાસિયા યુવાનને ધોકા પાઇપ વડે મારમારતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.આ મામલે પોલીસ દ્વારા દેવાયત ખવડ અને તેના સાથેના બે શખ્સો સામે હત્યાની કોશિષ નો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી ધરી છે.ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડના ત્રાસથી કંટાળી બે મહિના પૂર્વે પોલીસ પાસે મદદ માંગી હતી. ત્યારે તેના પરિજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જો યોગ્ય સમયે કાર્યવાહી થઈ હોત તો ઘટના બની ન હોત.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ કારમાં આવે છે અને એકાએક ધોકા સાથે ઉતરી મયુરસિંહ રાણા નામના યુવાન પર બેફામ માર મારે છે.અચાનક આસપાસના લોકો એકઠા થતા તેઓ નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવવાની જાળ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત નો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.અને તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બપોરે 1.30 વાગ્યે ડો. યાજ્ઞિક રોડ પર આવેલી તેની ઓફિસેથી કામ પૂર્ણ કરી પગપાળા સર્વેશ્વર ચોક નજીકની શેરીમાં પાર્ક કારમાં બેસવા જતો હતો ત્યારે અચાનક પાછળથી નંબર પ્લેટ વગરની સ્વીફટ કાર ધસી આવી હતી જેમાંથી દેવાયત ખવડ અને એક અજાણ્યો શખ્સ ઉતરીને તેની ઉપર લોખંડના પાઈપ વડે તૂટી પડયા હતા.તેને પાઈપના આડેધડ ઘા ઝીંકી પાડી દીધા પછી પણ ઘા ઝીંકવાનું બંધ કર્યું ન હતું તેના પગમાં અને માથામાં પાઈપના ઘા ઝીંકી દીધા હતા. માથામાં જયારે ઘા ઝીંકતા હતા ત્યારે બચવા માટે તેણે પોતાના બંને હાથ આડા રાખતા ત્યાં પણ ઘા લાગ્યા હતા. દેવાયત ખવડે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ દેવાયત ખવડ અને તેનો સાગરીત કારમાં બેસી ભાગી ગયા હતા. સાથે ડ્રાઈવર પણ કારમાં હતો જેણે તેની ઉપર હુમલો થયા બાદ કાર ભગાડી મુકી હતી. એ-ડીવીઝન પોલીસે આરિયાદના આધારે આઈપીસી કલમ- 307, 325 અને 506(2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં આગળ મયુરસિંહે જણાવ્યું કે તેના મામા રવિરત્ન પાર્કમાં દેવાયત ખવડની બાજુમાં રહે છે જયાં પાર્કીંગ બાબતે એકાદ વર્ષ પહેલાં તેને દેવાયત ખવડ સાથે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. કાર પાર્કીંગ બાબતે બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટો ચાલે છે. જે બાબતે પોલીસમાં ફરિયાદો અને અરજીઓ પણ અગાઉ થઈ છે.
કાયદો-કાયદાનું કામ કરશે: ડીસીપી ઝોન-2 સુધીર દેશાઈ
શહેરના ધમધમતા એવા સવેશ્ર્વર ચોક નજીક સરાજાહેર ગરાસીયા યુવક પર પોલીસ મિત્ર લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરાયેલા હુમલાના બનાવ બાદ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ બાદ ડીસીપી ઝોન-2 સુધીર દેશાઈએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ ચમરબંધીને છોડવામાાં આવશે નહી અને કાયદાકીય જોગવાય મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદીને રક્ષણ આપવામાાં આવશે તેમજ કાયદો કાયદાનું કામ કરશે.
દેવાયત ખવડ પોલીસના મિત્ર હોવાનું ડીસીપી ઝોન-2 સુધીર દેશાઈ સાથેના સંબંધો અંગે ગરાસીયા જુથ દ્વારા થતા આક્ષેપોનું ડીસીપી ઝોન-2 સુધીર દેશાઈએ ખંડન કરી કાયદો હાથમાાં લેનાર સામે કાયદાની જોગવાય મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું છે.