વજન ઘટાડવું હોય તો શક્કરિયાં બાફીને એનું પાણી પીઓ.વેઈટલોસ માટે જાપાનીઝ સંશોધકોએ એક દમ હટકે પ્રયોગ કર્યો છે. વેઈટલોસ માટે જાતજાતના પ્રયત્નો કરીને કંટાળી ગયા હો તો હવે આ એકદમ નવો પ્રયોગ ટ્રાય કરો. શક્કરિયા બાફીને તેનું પાણી પીવો.

જાપાનીઝ સંશોધકોનું કહેવું છે કે શક્કરિયાને પાણીમાં બાફવાથી પાણીમાં ખાસ સ્વીટ પોટેટો પેપ્ટાઈડ નામનો ખાસ ઘટક ભળે છે. શક્કરિયાના સ્ટાર્ચની સો સો આ પ્રોટીન તમારી ભૂખને દબાવવાનું કામ કરે છે. સંશોધકોએ ૨૮ દિવસ સુધી ઉંદરો પર આ પ્રયોગ કર્યો હતો. ૨૮ દિવસ સુધી તેમને શક્કરિયા બાફતા વધેલું પાણી પીવડાવવામાં આવ્યું અને તેમના પેપ્ટાઈડનું પ્રમાણ વધી ગયું અને ઉંદરોની ભૂખ ઓટોમેટિક ઘટી ગઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.