ધરેલું હિંસાનો ભોગ બનેલી તેમજ માનસિક અસ્થિર મહિલાઓને અપાયું કાઉન્સેલીંગ
સખી વન સ્ટોપ સેન્ટર લોકડાઉન સમયમાં પણ પોતાના ઉત્કૃષ્ટ કામગીરી સાથે ધરેલું હિંસાથી પીડાતી મહિલાઓ તેમજ કોઇપણ જગ્યા પર લોકડાઉનને લીધે ફસાયેલ મહિલાઓને સહાય કરવા ખડે પગે રહ્યું, મહિલાઓને પાંચ પ્રકારની સહાય સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આપવામાં આવે છે. જેમાં પિડીત મહિલાઓને કાયદાકીય, મેડીકલ, તેમજ થોડાક સમય સુધી આશ્રય આપવાની સુવિધા આપવામાં આવે છે. લોકડાઉનમાં ધરેલું હિંસાના કેસમાં વધારા જોવા મળ્યા હતા. જેમાં રાજય બહારના રાજય અંદરના વિવિધ જીલ્લાઓ તેમજ શહેરની અંદર લોકલ મહિલા સાથેના હિંસાના કેસોને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ન્યાય આપવામાં આવ્યા છે. તેમજ આ કાર્યમાં કાઉન્સલીંગ નો પણ મહત્વ પૂર્ણ ભાગ ભજવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં ધરેલું હિંસામાં ભોગ બનેલ મહિલાઓને માનસિક તણાવ રહેતો જેની મનોચિકિત્સક ડોકટર દ્વારા નિદાન કરવામા આવે છે. કાઉન્સલીંગ સમયએ ડોકટર દ્વારા માનસિક નબળાઇ વાળી વ્યકિતને ગંભીર પગલુ લેતા અટકાવામાં આવે છે. તેની સાથે સંવેનલશીલ વર્તન કરી નિદાન કરવામાં આવે છે. છેલ્લા વર્ષમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧ર૪૭ જેટલા કેસ નોધાયા તેમજ લોક ડાઉન સમયમાં ૧૪૦ જેટલા કેશની નોંધણી કરવામાં આવી હતી. આ તમામ કેસોને કાળજી પૂર્વક સરકારના યોગ્ય માર્ગદર્શન હેઠળ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ઉત્કૃષ્ટ કામગીરી સાથે હરહંમેશ સજજ સખી વન સ્ટોર સેન્ટર: ડો. જનકસિંહ ગોહિલ (મહિલા બાળ વિકાસ અધિકારી)
મહિલા બાળ વિકાસ અધિકારી ડો. જનકસિંહ ગોહીલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે સખી વન સ્ટોપ સેન્ટરએ કોઇપણ પિડીત મહિલાઓને પાંચ પ્રકારની સહાય પૂરી પાડે છે. લોકડાઉન સમયની વાત કરું તો ઘણા પરિવારઓએ આનંદ નો સમય સાથે વિતાવ્યો ત્યારે અમુક પરિવારઓમાં ધરેલું હિંસાના બનાવો વઘ્યા જેમાં ખાસ કરીને જે વ્યકિતઓ કામ ધંધા વગર ઘરમાં રહી મહિલાઓ સાથે હિંસા કરતા ત્યારે તેમની સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખડે પગે રહ્યું હતું. તેમજ લોકડાઉન સમયએ અમોને રાજય બહારના પણ ઘણા કેસ આવ્યા હતા જેમાં અમોએ કાળજીપૂર્વક જે તે પીડીત મહિલાઓની સહાય કરી હતી. જો બહારના રાજયની વાત કરું તો હરીયાણા, મઘ્યપ્રદેશમાંથી નાગપુર, જમ્મુ-કાશ્મીર સુધીના કેસોને અમોએ ન્યાય આપ્યો છે. વાર્ષિક આંકડાકીય કેસઓની વાત કરીએ તો કુલ ૧૨૪૭ કેસ નોંધણી કરવામાં આવ્યા છે. લોકલ કેસ શહેરમાં લોકડાઉન સમયના ૧૪૦ જેટલા નોંધવામાં આવ્યા છે. આતંર રાજયમાં પણ વિવિધ જીલ્લાઓના કેસને સખી વન સ્ટોપ સેન્ટર થકી ન્યાય આપવામાં આવ્યા હતા. આ સાથે હજુ એક ખુબ જ સારી કામગીરી શહેરના કલેકટર મેડમના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કરવામાં આવી હતી જેમાં અગાઉ ભોગ બનેલી પીડીત મહિલાઓ જે હાલ તેમના પરિવારમાં ફરી નિવાસ કરવા લાગ્યા હોય તેમને ફોન મારફતે વાતચીત કરી તેમની સાર સંભાળ લેવામાં આવતી હતી. જેથી તેઓ સુરક્ષીત છે તેનો ખ્યાલ આવી શકે તેવા હેતુથી ટેલીફોની વાતચીત કરવામાં આવતી. સરકાર મહિલાઓ પ્રત્યેય જે તેમની જરુરીયાત તો છે તેનું વિવિધ યોજનાનો થકી સંભાળ લઇ રહી છે. પરંતુ સમાજ એ પણ કયાંક તે કયાંક પોતાના વિચારોમાં ફેરફાર કરવા જોશે મહિલાઓ પ્રત્યેયની હિંસાને બંધ કરાવી જોશે અને મહિલાઓને સમાજમાં મહત્વનું પ્રાધાન્ય આપવું જોશે.
માનસિક તણાવને રોકી શકાય છે: ડો. મુકેશ પટેલ (એડિશનલ પ્રોફેસર પી.ડી.યુ. ગર્વમેન્ટ કોલેજ એન્ડ હોસ્પિટલ)
પિ.ડી.યુ. ગવરમેન્ટ કોલેજ એન્ડ હોસ્પિટલના એડીશનલ પ્રોફેસર ડો. મુકેશ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે માનસિક તણાવથી જે વ્યકિત પીડાતી હોય છે તેના કેસમાં અમે સંવેદલશિલ થઇ તે અમે સારવાર આપતા હોઇ છે. જેથી કોઇપણ વ્યકિત અધરુ પગલું ભરતું હોય તો એ પોતાની જાતને અથવા બીજાને કોઇપણ જાતની ઇજા પહોચડતા અટકાવી શકાય છે. કાઉન્સલીંગ સમય જે કોઇ વ્યકિત સાથે વાતચીત કરે છે હું તેનો શકય તેટલી વાતને પહેલા સમજુ તેના વાતચીત કરવાના ઢબથી તેના હાવભાવથી તેને વધુ સમજી શકાય છે. ઘણા બધા કેસનો માં અમારે વ્યકિતગત મદદ કરવાની રહેતી હોય છે. માનસિક પિડાતી વ્યકિતના વિચારોને તાત્કાલીક તો બદલાવી શકતા નથી પરંતુ તેનો સાથે વાતચીત કરી તેના સંકેતો ને ઘ્યાનમાં રાખી તેની સારવાર કરી મદદ કરી શકાય છે. ડિપ્રેશ્ન એ માનસિક બીમારી કહી શકાય છે. તેમજ માનસિક નબળાઇ પણ કહી શકાય માનસીક નબળાઇને ઘણા બધા લોકો મોટીવેશનલ સ્પીચ આપતા હોય છે. જેનાથી માનસિક નબળાઇ વાળી વ્યકિત મોટીવેટ તેમજ ઉત્સાહી થતી હોય છે. અમુક સમય એ માનસીક તણાવથી પીડાતી વ્યકિત તે દવા તેમજ નિદાન કરાવાની ફરજીયાત જરુર છે. આપણા સમાજમાં ઘણીવાર એવું બનતું હોય છે કે માનસિક રોગથી પીડાતી વ્યકિતને સમયસર વાત્સલ્ય અને સ્નેહ ભર્યુ વાતાવરણ મળી રહે તો તેને આગળ પગલુ ભરતા અટકાવી શકાય છે. સમાજ દ્વારા સેવાભાવી સ્વભાવ આપવાથી પણ માનસીક તણાવને રોકી શકાય છે.