જૂનાગઢમાં હિંસાથી પીડિત મહિલાને એક જ સ્થળેથી કાયદાકીય રક્ષણ, તબીબી સારવાર, ટૂંકાગાળાની આશ્રય સેવા પૂરી પાડવાના આશયથી સખી વન સ્ટોપ સેન્ટર છેલ્લા ૧ વર્ષથી કાર્યરત
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વડિયા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર – જુનાગઢ માં બ્લડ બેંકની બાજુમાં, જૂની સીવીલ હોસ્પીટલ, આઝાદ ચોક, જુનાગઢ ખાતે માન. કલેકટરના માર્ગદર્શન હેઠળ એક વર્ષથી કાર્યરત છે.
સખી વન સ્ટોપ સેન્ટર – જુનાગઢ માં કોઈ પણ હિંસા થી પીડીત મહિલા ને એક જ સ્થળે થી કાયદાકીય રક્ષણ, તબીબી સારવાર, કૌટુંબિક હિંસામાં સમાધાન, સુલેહ અને કાઉન્સેલિંગ અને ટૂંકાગાળા ના આશ્રય ની સેવા પુરી પાડવાના ઉમદા આશ્રય થી સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે
કેન્દ્ર તમામ મહિલા માટે જરૂરી પરામર્શ અને સલાહ અને સેવા માટે ૨૪ કલાક કાર્યરત રહે છે. મહિલા હિંસા અટકાયત બાબતની તમામ સેવા એક જ સ્થળે થી પુરી પાડવામાં આવે છે.સંસ્થાના જવાબદારો દ્વારા કોઈપણ પ્રકારની હિંસા કે તકલીફ થી પીડિત મહિલાઓ માટે કેન્દ્રનો ટેલિફોન નંબર (૦૨૮૫) ૨૬૨૨૧૦૦ જાહેર કરવામાં આવ્યો છે.અને પીડિત મહિલાઓ આ હેલ્પલાઈન ૨૪ કલાક ઉપયોગમાં લઇ શકશે તેવું સંસ્થાના જવાબદારો દ્વારા જણાવવામાં આવ્યું છે આકસ્મિક સંજોગોમાં ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની વાનની સેવાનો પણ લાભ લઇ શકે છે
આ સેન્ટર માં પીડિત કિશોરી / મહિલાને કેન્દ્રમાં આવે છે ત્યારે તેને કોઈ પણ સ્થળે જવા આવવા માટે વાહન સુવિધા, કાયદાકીય સેવા, તબીબ સેવા, હંગામી ધોરણે આશ્રય, પોલીસ સેવા, પરામર્શ તેમજ કેન્દ્રમાં રહેવા-જમવા અને તેને જરૂરીયાત મુજબ વસ્ત્રો તેમજ તેની પોતાની સુરક્ષા પુરી પાડવામાં આવે છે.
આ ગત નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન ૬૨ જેટલા કેસો આવેલા જેમાં ૬૦ જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવમાં આવેલ છે અને લાભાર્થી બહેનો ને સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીથી સંતોશકારક રીતે સમાધાન કારી વલણ અપનાવી પરીવારોમાં પુનર્વસીત્ કરવામાં આવેલ.