• પ્લાસ્ટિક-રબ્બરના રમકડાંની બોલબાલા સામે લાકડાંના હાથેથી બનાવેલા રમકડાંનું અસ્તિત્વ ટકાવવા એક ઉત્તમ બજાર એટલે ‘સખી મેળો’
  • સખી સ્ટ્રીટમાં ઘર સુશોભનની વસ્તુઓ, કટલેરી બાળકોના  રમકડા ઉપરાંત અવનવા કપડાનો ખજાનો\

દિવાળીના તહેવારોમાં હસ્તકલાના કારીગરોને વેચાણ માટે સબળ પ્લેટફોર્મ મળી રહે, તે માટે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મેળાનું તા.27 સુધી આયોજન થયું છે. આ સખી મેળામાં આઠ જેટલા સ્ટોલ હસ્તકલાના કારીગરોને ફાળવવામાં આવ્યા છે.

મીનાબેન સખનપરાએ જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં પ્લાસ્ટિક અને રબરના રમકડા સામે લાકડાના હાથેથી બનાવેલા રમકડાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કારીગરોને સરકારે ખુબ ઉત્તમ માધ્યમ પૂરું પાડ્યું છે.

આ સખી મેળામાં એક સ્ટોલ મોરબીના સખી મંડળને ફાળવવામાં આવ્યો છે. આ જય બજરંગ મહિલા મંડળ સખી મંડળના સભ્ય મીનાબહેન સખનપરા પ્રજાપતિ કહે છે કે અમે અમારા પરંપરાગત લાકડાના રમકડા બનાવવાનું કામ કરીએ છીએ. આજના આધુનિક સમયમાં પ્લાસ્ટિક અને રબરના રમકડા સામે લાકડાના હાથેથી બનાવેલા રમકડાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમારા જેવા કારીગરોને સરકારે રાજકોટના પોશ એરિયા કાલાવડ રોડના ક્રિસ્ટલ મોલમાં વિનામૂલ્યે વેચાણ માટે ખુબ ઉત્તમ માધ્યમ પૂરું પાડયુ છે. જેનાથી અમને સારી એવી આવક મળી રહે છે. લાકડાની ખાટલી, ચકરડી, ગાડુ, વેલણ, પાટલી, ધુધરા સહિતના 25 જાતના લાકડાના રમકડાઓમાં બનાવવામાં આવે છે.

જીયાણા ગામના ક્રિષ્ના મિશન મંગલમના મંત્રી હંસાબેન ચાંચીયાની દીકરી રમીલાબેન જણાવે છે કે મારી માતા અમે પાંચ ભાંડેરા અને પરિજનોની જવાબદારી સંભાળતા-સંભાળતા હસ્તકલાનું પણ હુન્નર ધરાવે છે. અમે પાંચ વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલા છીએ. આ સખી મંડળને મળતા સરકારના આર્થિક સહયોગથી તોરણ, ટોડલીયા, ઝુમ્મર, ઢીંગલી, ઝૂલા, માટીના દીવા, આણાની કટલેરી, મોજડી, ઈંઢોણી, ચૂંદડી જેવી ઉન અને અન્ય મટીરીયલમાંથી બનેલી 15 જેટલી વસ્તુઓ વેચીએ છીએ. ત્યારબાદ અમરેલીથી આવેલા નીલકંઠ આજીવિકા ગ્રુપના મહેશ્ર્વરીબેન ઘુમલીયા ઉત્સાહભેર કહે છે કે અમારા સખી મંડળના 11 મહિલાઓ આર્થિક પગભર બનીને પરિવાર માટે ટેકારૂપ બની રહી છે. હું આ મંડળ સાથે ત્રણ વર્ષથી સંકળાયેલી છું. આ સખી મંડળ ઓર્ગેનિક દવા, વાઢિયા મલમ, દુ:ખાવામાં રાહત આપતું વનસ્પતિ તેલ, દંતમંજન, દૂધીનું તેલ, બામ, શેમ્પુ, સાબુ, જેવી આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલી ચીજોનું વેચાણ કરીએ છીએ. મંડળની બહેનો પોતપાતાના ખેતરના ઉત્પાદનોનો આ વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે.

ગૌરીદળ ગામમાંથી આવેલા કૌશલ્યાબેન પરમારે કૃતજ્ઞતા ભાવે જણાવ્યું હતું કે હું સહિયર મિશન મંગલમના સભ્ય તરીકે 4 વર્ષથી સંકળાયેલી છું. આ મંડળ મુખવાસ, દીવા, તોરણ, પગલુંછણીયા જેવી અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. સખી મંડળમાં જોડાઈને એવું લાગ્યું છે કે મહિલાઓ ધારે તો ઘરકામની સાથેસાથે બહાર નીકળી વ્યવસાય કરી પૈસા કમાઈ શકે છે. આથી, એવું કહી શકાય કે સરકારની સખી મંડળ યોજના મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત સાબિત થઈ છે.

સખી સ્ટ્રીટમાં ઉપરોક્ત 4 સખી મંડળ ઉપરાંત જૂનાગઢનું યમુનાજી મંગલમ જૂથ, જૂનાગઢનું વ્રજ મંગલમ જૂથ, નવસારીનું સહીયાદરી સખી મંડળ અને છોટાઉદેપુરના જય અંબે સખી મંડળનો સ્ટોલ છે. રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સખી સ્ટ્રીટની મુલાકાત લઈને સ્વસહાય જુથની મહિલાને પ્રોત્સાહિત કરવા આજીવિકા મિશન મંગલમના અધિકારી વી. બી. બસિયા દ્વારા અનુરોધ કરાયો છે.

ઓનલાઇનના જમાનામાં નાના વેપારીઓ પાસે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો: બિંદીયાબેન

અબતક સાથેની વાતચીતમાં બિંદિયાબેન એ જણાવ્યું હતું કે સાથી સ્ટ્રીટમાં હાથ બનાવટની ખુબ જ સુંદર  વસ્તુઓ ઉપલબ્ધ છે, વર્તમાન સમયમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધ્યો છે ત્યારે બને ત્યાં સુધી માર્કેટમાં જઈને ખરીદી કરવી જોઈએ ક્યારેક નાના નાના સ્ટોલમાં પણ સારી એવી વસ્તુઓ મળી રહે છે, આ ઉપરાંત તેઓ પણ દિવાળી સહિતના તહેવારો ધૂમધામથી ઉજવી શકે તેથી નાના વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ

જૂનાગઢ,અમરેલી સહિતના શહેરોની બહેનો સખી મેળામાં જોડાયા:જિલ્લા આજીવિકા મેનેજર વિરેન્દ્ર બસીયા

અબતક સાથેની વાતચીતમાં જિલ્લા આજીવિકા મેનેજર વિરેન્દ્ર બશીયાએ જણાવ્યું હતું કે ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગ્રામીણ વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે,  સરસ મેળા પ્રાદેશિક મેળા કરવામાં આવે છે,ક્રિસ્ટલ મોલ ખાતે સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળીના પર્વે ઘર સુશોભનની વસ્તુઓ રમકડાઓ સહિતની વસ્તુઓ મળી રહે છે

ગામડાની વસ્તુઓ શહેરોમાં મળી રહે તે માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ સખી મેળામાં આઠ જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે .જીએલપીસી  દ્વારા સમૃદ્ધ પોર્ટલ માં બહેનો રજીસ્ટ્રેશન કરી શકે છે જે અંતર્ગત જુનાગઢ અમરેલી શહેરો  બહેનો મેળામાં ભાગ લે છે , મેળામાં ભાગ લેનાર બહેનોને રહેવા જમવા તથા ટિકિટ ભાડું પણ આપવામાં આવે છે, સખી મંડળના બહેનો દ્વારા ટ્રેડિશનલ વસ્તુઓ ભાર આપવામાં આવે છે, દરેક લોકો દિવાળીમાં ખરીદી કરતા જ હોય છે પરંતુ ખરીદી પણ એવી જગ્યાએથી કરવી જોઈએ જેનાથી લોકોને મનપસંદ વસ્તુઓ પણ મળી રહે અને બીજાને પણ મદદરૂપ થઈ શકે

સખી સ્ટ્રીટ થકી અમોને એક માધ્યમ મળ્યું: રમીલા ચાચિયા

અબતક સાથેની વાતચીતમાં રમીલા ચાચિયા જણાવ્યું હતું કે  છે એ  કે  રાજકોટ જિલ્લાના જીયાણા ગામેથી આવીએ છીએ ત્યારે હાથ બનાવટની  વસ્તુઓના વેચાણ  ગુજરાત સરકાર અને જીએલપીસી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે દિવાળીના તહેવાર નિમિત્તે ઘર સુશોભનની હાથેથી બનાવેલી વસ્તુ જેમ કે તોરણ, ટોડલીયા ,રૂમાલ સહિતની વસ્તુઓનો મળી રહેશે સખી સ્ટ્રીટ દ્વારા અમને એક  માધ્યમ મળ્યું છે જેથી અમે અમારું ગુજરાન ચલાવી શકે છે આ ઉપરાંત અનેક શહેરોના વિવિધ મેળાઓમાં રાજકોટ મેદાન સરસમેળામાં, સોમનાથ સરસમેળામાં મોરબી સરસમેળાનો પણ અમે લહાવો લીધો હતો. આ ઉપરાંત ગ્રાહકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે

બહેનોનો કૌશલ્ય નિખારતો  “સખી મેળો”:  એ.કે વસતાણી

અબતક સાથેની વાતચીતમાં એડીશનલ કલેકટર એન્ડ ડાયરેકટર (ડી.આર.ડી.એ.) એ.કે વસતાણીએ જણાવ્યું હતું કે હાલ દિવાળી નો માહોલ જામ્યો છે ત્યારે લોકો નવી નવી વસ્તુઓની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડે છે ત્યારે ગામડાઓની વસ્તુઓ તથા હાથની બનાવટની વસ્તુઓ શહેરોમાં થઈ શકે તે માટે સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સખી મંડળની બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત તેમનું જીવનધોરણ સુધારવા માટે અને તેમના હુન્નર ને બહાર લાવવા માટે સખી મેળો પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે આ સાખી સ્ટ્રેટમાં ઘર સુશોભન ની વસ્તુઓથી લઈને વિવિધ પ્રકારના તોરણ, દીવડાવો, સહિતની વસ્તુઓ મળી રહેશે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.