ભણતા ભણતા અનુભવનું ભાથુ વિદ્યાર્થીઓ માટે આજીવન ઉપહાર બને
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ ના કુશળ અને આદર્શ નેતૃત્વ હેઠળ યુનિવર્સિટી સંલગ્નશ્રી સી. જે. પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીઝ- બી.સી.એ. કોલેજ દ્વારા તા. 21/11 સોમવાર તથા 22/11 મંગળવાર એમ 2 દિવસ ઔધ્યોગિક મુલાકાત અમુલ ડેરી અને અમુલ ચોકલેટ પ્લાન્ટ ખાતે ગોઠવવામાં આવી. ભણવાની સાથે સાથે વિધ્યાર્થીઓ ઔધ્યોગિક એકમો જોવે અને ઔધ્યોગિક જ્ઞાન પણ મેળવે તે હેતુ સાર્થક કરવા આ ઔધ્યોગિક મુલાકાતનું આયોજન બીસીએ કોલેજ દ્વારા કરવામાં આવ્યું. આ મુલાકાત માટે વિધ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બન્ને દિવસ થઈ કુલ 200 જેટલા વિધ્યાર્થીઓએ આ ઔધ્યોગિક મુલાકાતમાં ભાગ લીધો હતો.
આ મુલાકાત દરમ્યાન વિધ્યાર્થીઓએ દેશની સૌથી પ્રખ્યાત અમૂલ ડેરીની વિવિધ પ્રક્રિયા જાતે નિહાળી દૂધનું પેશ્યોરાઇજિંગ, ગુણવત્તા મૂલ્યાંકન , પેકેજિંગ તથા ડિસ્ટ્રિબ્યૂશન જેવા વિભાગોનો અભ્યાસ કર્યો. આ વિભાગોમાં વપરાતા ઉપકરણો, તેનું સંચાલન અને તેમાં કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે તેનો ગહન અભ્યાસ કર્યો હતો. અમુલ ડેરીની દરેક પ્રોડક્ટ વિષે માહિતી પ્રાપ્ત કરી કઈ રીતે તેનું વિતરણ સમગ્ર દેશમાં થાય છે તેની જાણકારી પ્રાપ્ત કરી હતી. અમુલ ડેરી તથા ચોકલેટ પ્લાન્ટમાં કેવા પ્રકારના કમ્પ્યુટર સોફ્ટવેર વપરાય છે અને તેની જાળવણી કેવી રીતે થાય છે તેની માહિતી પણ લીધી હતી. આ ઔધ્યોગિક મુલાકાતને સફળ બનાવવા યુનિવર્સિટિના પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ, રજિસ્ટ્રાર ડો. પ્રમોદકુમાર પાંડે,બીસીએ કોલેજના ઇનચાર્જ પ્રિન્સિપાલ ડો. અભિજીતસિંહ જાડેજા તથા બીસીએ કોલેજના સમગ્ર સ્ટાફ નો સહયોગ પ્રાપ્ત થયો હતો.