લગ્નની સિઝન જામી છે. આ વર્ષે લગ્નસરામાં અવનવી ફેશન જોવા મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. પરંપરાગતની સાથે આધુનિકતા પણ નવા ટ્રેન્ડમાં જોવા મળી છે ત્યારે મેકઅપ તૈયાર થવા માટે શહેરની કુંદનસ બી બેલે તથા કલોથ કલેકશન માટે કામદારનો ક્રેઝ જામતો જાય છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન કુંદનસ બી બેલે સલુનનાં માલિક કુંદન પેટેલે જણાવ્યું હતું કે, તેમણે પાર્લરની શરૂઆત મહેંદીથી કરી હતી અને તેમની મહેંદીની બુકો આખા ઈન્ડિયામાં સેલ થાય છે જે નાના સલુનથી મોટા સલુન સુધી બધા જ પાર્લરોમાં અવેલેબલ છે. જેમાંથી આગળ આવતા બ્યુટીનું તેમને શરૂ કરેલું. બ્રાઈડલ અને ફ્રેશ ફલાવરની પણ તેમને ધીમે-ધીમે શરૂઆત કરી. જયારે રાજકોટમાં ફ્રેશ ફલાવર એટલે શું ? એ ખ્યાલ ન હતો ત્યારે તેઓ ફ્રેશ ફલાવર પાર્લરોને પણ આપતા મુંબઈથી ગ્લુગન ફ્રેશ ફલાવર ચિપકાવવાની આજથી ૨૦ વર્ષ પહેલા તેઓ રાજકોટમાં લઈ આવ્યા હતા ત્યારે લોકો તેમને પુછતા કે આ શું છે ? તો તે તેમના માટે ગર્વની વાત છે. તેમની નીચે લગભગ ૧૦ હજારથી વધુ સ્ટુડન્ટો તૈયાર થયા છે. ગુજરાતભરમાં તેઓએ ઘણા બધા વર્કશોપ, સેમીનારો આપ્યા છે. જેના હિસાબે લોકોએ તેમને વખાણ્યા છે. જેની તેમને ખુશ છે. તેમણે તૈયાર કરેલી બ્રાઈડ ઓળખાય જાય છે. તેમને કલાઈન્સ પણ કહે છે કે આ કુંદન પટેલની જ બ્રાઈડ છે તો તેમના માટે ગર્વની વાત છે કે લોકોને તેમનું કામ ગમે છે. તેમને લોકોને અલગ-અલગ આપવાનો શોખ હતો તો દુબઈમાં તેમનાં ગ્રુપનાં કહેવાથી તેમણે દુબઈમાં પણ તેમના સલુનની શરૂઆત કરી હતી ત્યાંની અરબી બ્રાઈડસને તેમણે તૈયાર કરી છે. તેમણે પણ તેમના કામને વખાણ્યું છે. ચાર વર્ષથી દુબઈમાં તેમનું સલુન ચાલે છે. અમાન, અબુધાબીથી પણ તેમના સલુનમાં બ્રાઈડો તૈયાર થવા આવે છે તો આ ગર્વની વાત છે.
મેં ઘણા બધા સેલિબ્રીટીને તૈયાર કર્યા છે. તેમાં રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રિવાબા, અભિનેત્રી દ્રષ્ટિ ધામી, ધણા બધા સિરીયલ આર્ટીસ્ટને તૈયાર કર્યા છે. મને ખુબ જ ગર્વ મહેસુસ થાય છે મેં મારી શૂન્યમાંથી સર્જન કરેલું છે એ જર્ની સુધી પહોંચતા મને ઘણો સમય લાગ્યો છે. મારો એક મેસેજ છે નાની બ્યુટીશનોને જેમની શરૂઆત છે તેમને કહીશ કે અંદરથી તમારું આર્ટ તમારી ખુમારી હોય તો તેમ ખુબ જ આગળ જઈ શકો છો. મને ખુબ જ આનંદ થયો કે સેલીબ્રીટીશ તૈયાર કરવાનો મોકો મળ્યો અને સ્ટેજ મળ્યું. મેં જેમને તૈયાર કર્યા છે તેવી ઘણી બધી બ્રાઈડસો ખુબ જ એપ્રીસીએટ કરતી હોય ત્યારે ખાસ હું કલાસીસ ચલાવતી હોય ત્યારે જે લોકો મને આવી હગ કરે અને રડે કે મારી કેપસીટી ન હતી કે હું આટલું કરી શકશી. જે તમે મને ફીલ કરાવ્યું કે મારા ઘણુ નવું શીખવાની અને કરવાની ક્ષમતા છે તે કારણે મને એનું ફીલ થતું કે હું સારા જ લોકોને કાંઈક આપુ છું ત્યારે એવું લાગતું કે હજુ પણ મને કાંઈક કરવું છે. મારી જર્નીમાં ઘણા બધા ચેલેન્જીસ રહ્યા જે કે મને ફેમીલી સપોર્ટ ખુબ જ મળ્યો છે. પહેલા એવું હતું કે વાળંદનો બિઝનેસ કોણ કરે ત્યારે મને ઘણા બધા કહેવાવાળા હતા કે આ બિઝનેસ ન કરાય. ઘણી બધી અડચણો થકી હું આગળ આવી અને હજુ પણ ઘણુ નવું કરું. અહીંયા સુધી પહોંચી શકું છું તેનું એકમાત્ર કારણ મારો પરિવાર છે.
અત્યારે ટ્રેન્ડીંગમાં એર બ્રશ, મેસી રસીયન હેર સ્ટાઈલ, ઘણા બધા લોકો રશિયન હેર સ્ટાઈલ રશિયા જઈ શીખી આવે છે જેનું સ્ટાઈલીંગ રશિયલ હેર સ્ટાઈલમાં જોર્જ કરીને છે તે માસ્ટર છે આ બધામાં અત્યારે બ્રાઈડસને લેટેસ્ટમાં આપી શકીએ તો કોન્ટરીંગ, મેસી હેર સ્ટાઈલીંગ, સ્મોકી આઈ શેડો, લીપ્સ્ટીક, અલગ-અલગ શેડો વાળી,આ બધુ નડુ આપી શકાય. અત્યારે શિયાળો આવી રહ્યો છે ત્યારે મોસ્ચર મેકઅપ કરવો જોઈએ. જે સ્કીનને મોસ્ચર રાખી શકે. ડ્રાય ફીલ ન થાય ઘણા બધાની સ્કીન ડ્રાય થઈ જતી હોય તો તેમાં આપણે મોસ્ચર મેકઅપ કરી શકીએ. જે ઓઈલી બેઈઝડ હોય. મારા સલોનની વિશેષતા બ્રાઈડલ છે. ખાલી કુંદન પટેલ બોલે એટલે હું બ્રાઈડલ નામે જ ફેમસ છું. મેં તૈયાર કરેલી બ્રાઈડ ખુબ જ ખુશ થઈને જાય છે. મારી મુખ્ય વિશેષતા આજ રાખવા માંગુ છું. મારું બ્રાઈડલમાં ન મોટું નામ થાય અને વધુ સારું આપી શકું ત્યારે તમને તૈયાર કરવામાં આવ્યા છે. ખુબ જ સુંદર લાગે છે. રશિયન હેર સ્ટાઈલ કરવામાં આવી છે. મુંબઈ જવેલરી ડિઝાઈનનાં જવેલરી પહેરેલ છે તથા પહેલા ઘરચોળુ, પાનેતર, લગ્નમાં પહેરવામાં આવતું હતું પરંતુ મોર્ડન સમયમાં પાનેતર જેવા ચોલી રીસેપ્શન માટે યુનિક પેસ્ટર્ન ગ્રાઉનનો ટ્રેન્ડ વધી ગયો છે તો આવા યુનિક ડિઝાઈનર કલેકશન જે કામદારમાં ઉપલબ્ધ છે અને તમે પહેરેલ ચોલી અને ગાઉન જે કામદારનું બ્રાઈડલ લેટેસ્ટ કલેકશન છે.