1984 માં થયેલા શીખ વિરોધી દંગામાં જીવનભરની કેદની સજા પામેલ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સજજનકુમાર આજ રોજ કોર્ટમાં સરેન્ડર થયા છે. ઉમ્રકેદની સજા થયેલ સજજનકુમાર દિલ્હીની કરકડુમાં કોર્ટમાં સરેન્ડર થવા માટે ઘરેથી નીકળી ગયા હતા. સરેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા પછી તેમને દિલ્હીની મંડોલી જેલ મોકલવામાં આવ્યા.
પૂર્વ દિલ્હી સ્થિત કડકડડૂમાં કોર્ટમાં શીખ વિરોધી દંગા ના દોષી કિશન ખોખર અને મહેન્દ્ર યાદવે સરેન્ડર થયા. ત્યારબાદ જજ અદિતિ ગર્ગે બંને દોષીઓને 10-10 વર્ષ માટે તિહાર જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. એ સમયે મહેન્દ્ર યાદવની ઉંમર 68 વર્ષ હતી. આથી મહેન્દ્ર યાદાવની વૃધ્ધા અવસ્થામાં હોવાથી કોર્ટે મહેન્દ્ર યાદવને તિહાડ જેલમાં ચશ્મા અને લાકડી લઇ જવાની પરવાનગી આપી હતી.આજે ચાર વાગ્યાની આસપાસ સજજનકુમાર પણ સરેન્ડર કરશે. આ બાબતે કરકડુમા કોર્ટની બહાર દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે
સજજનકુમાર સહિતના અન્ય આરોપી સરેન્ડર કરવાની વાતથી અહિયાં પર 1984ના શીખ વિરોધી દંગાના પીડિત્તો આવી પોહચ્યા છે.અને તે લોકો ગુરબાનીનો પાઠ પણ કરી રહ્યા છે. દિલ્હી હાઇ કોર્ટ દ્વારા 1984 ના દંગા સંબંધિત એક કેસમાં 17 ડિસેમ્બરે 73 વર્ષના પૂર્વ સંસદ સજજનકુમારે બાકીનું જીવન કેદની સજા સુનાવણી કરી હતી અને તેમને 31 ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં દિલ્હી હાઇ કોર્ટે તેમની સરેન્ડરની સમય સીમા 30 જાન્યુઆરી સુધી વધારવાની વિનંતીને અસ્વીકાર કરવામાં આવી હતી. આ પછી સજ્જન કુમારે હર હાલે આજે કોર્ટમાં સરેન્ડર કરવું છે.