બળાત્કાર ગુજારી ભાગે તે પહેલાં પોલીસે બિહારી શખ્સને ઝડપી શાન ઠેકાણે લાવી દીધી
સુરેન્દ્રનગરના સાયલા નજીક રેલવે પાટા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી દસ વર્ષની અસ્થિર મગજની તરૂણીને બિહારના શખ્સે હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારી ભાગી જતા તેને પોલીસે ઝડપી શાન ઠેકાણે લાવી દીધી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા રેલવે પાટા પાસે રહેતા ભિક્ષુક પરિવારની ૧૦ વર્ષની મંદબુધ્ધિની બાળકને તેના વિસ્તારના વિજયરાય રસીદરાય ભોયા નામના શખ્સે દોરડાથી હાથ-પગ બાંધી બળાત્કાર ગુજારતા બાળકીની માતા પોતાના ઝૂંપડામાં આવી જતાં વિજયરાય ઝપાઝપી કરી ભાગી જતાં તેણીએ પોલીસમાં જાણ કરતા એલસીબી સ્ટાફે વિજયરાય ભોયા બિહાર ભાગે તે પૂર્વે ઝડપી લીધો હતો. બળાત્કારનો ભોગ બનેલી મંદબુધ્ધિની તરૂણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.