મંડળીને ર૦ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી: હેમુ ગઢવી હોલમાં તમામ સભાસદો સાથે અનેક મહાનુભાવો આપશે હાજરી: મંડળીના હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

માધવ શરાફી સહકારી મંડળી તેની પારદર્શિતા અને અનુશાસન બઘ્ધ વહીવટ માટે સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સભાસદોના સર્વાગી વિકાસના ઘ્યેયને વરેલ મેનેજીંગ ડીરેકટર ડો. એન.ડી. શીલુ અને સમગ્ર ડીરેકટર બોર્ડના પ્રમાણિક પ્રૅયત્નોથી માધવના સભાસદો , કર્મચારીઓ, ડીરેકટર્સ, તથા બોટાદ, મોરબી, શાપર અને માલીયાસણની ચારેય શાખાના વ્યસ્થાપક મંડળ એક પરિવારની ભાવનાથી વીસ વર્ષ પુરા કરી એકવીસમાં વર્ષમાં પ્રવેશે છે. માધવની સફળતા વિકાસના ફળ માધવ પરિવારને જ મળે એ રીતે માધવનું હાસ્ય પણ માધવ પરિવારને માટે આરક્ષિત રહે એ દરેક સંસ્થાનું લક્ષ્ય હોવું જોઇએ.

માધવની પ્રાથમીક જવાબદારી  સભાસદોમાં બચતની ટેવ પાડવાની સાથે જરુરીયાત સમયે પોષાય એવા વ્યાજદરથી સભાસદોને ત્વરીત ધિરાણ આપવાનો છે. આમ સભાસદ ધનથી સમૃઘ્ધ બને છે. ગત વર્ષ માધવ હેલ્થ કાર્ડનો અમલ કરી પરિવારનું આરોગ્ય જાળવવાની જવાબદારી સ્વીકારી સભાસદના તન ને પણ શકિતશાળી બનાવવા પ્રયત્ન કર્યો.

હવે રહી વાત સભાસદના મનની તન તંદુરસ્ત હોય, પાસે ધન હોય તો બીજું શું જોઇએ? મનની સ્વચ્છતા  દરેક સભાસદ અને પરિવાર મનથી સ્વસ્થ હોય એ પણ જરુરી છે. સભાસદના મનને મંદુરસ્ત રાખવા વિશ્ર્વ પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર  સાંઇરામ દવેથી વિશેષ કોણ હોય શકે?

તા. ૧૪-૯ ને શનિવારે સભાસદોના મનોરંજન માટે શ્રી સાંઇરામ દવે નો માધવ હસિતમ મધુરમ કાર્યક્રમ રાખેલ છે. સરગમ કલબ સંચાલીત હેભુ ગઢવી હોલમાં રાત્રે ૮ કલાકે સાંઇરામ દવેની હાસ્ય વર્ષામાં ભીજાવા સૌ સભાસદોને અનુરોધ કરાયો છે. સમયસર આવનાર પ્રથમ  ત્રણ સભાસદોને જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, તીરથાણી તથા ઉ૫સ્થિત મહાનુભાવોના હસ્તે યાદગાર  સ્મૃતિ ચિન્હ આપવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા ડો. એન.ડી. શીલુ (એમ.ડી) ડો. કેતન બાવીસી (વાઇસ ચેરમેન) ડો. પ્રકાશ મોઢા (ચેરમેન) ડો. અશ્ર્વિન સાવલીયા, ભરતભાઇ જોશી, અશોકભાઇ ધનવાણી, ડો. એન.પી. પરમાર, રાજુભાઇ ચંદ્રવાડીયા, ગીરીશભાઇ ગોરીયા, નિતાબેન અમલાણી, રુપાબેન શીલુ સહીતના ડીરેકટરો મિત્રો સતત પ્રવૃતિશીલ છે.

ચંદ્રેશભાઇ કાપડીયા (જનરલ મેનેજર) જયવીરસિંહ ઝાલા, વિજય પુરોહિત, વિરેન્દ્ર ચૌહાણ, દશરથસિંહ જાડેજા સહીતના કર્મચારી ગણ અથાગ મહેનત કરી રહ્યા છે.  કાર્યક્રમ અંતર્ગત ‘અબતક’ની મુલાકાતે આવેલા હોદેદારોએ મંડળીના અનેક સિઘ્ધીઓ અને સફળતાના માપદંડ જણાવ્યા હતા તેમજ મંડળીની દરેક બ્રાન્ચનું મળીને સરેરાશ એક કરોડનું ધિરાણ હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.