સાંઈરામ દવેએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા ઉદાહરણ આપ્યા

વિદ્યાથીઓની  કારકીર્દી માટે ધો.10 ખુબ જ અગત્ય છે. ધો.10 વિદ્યાર્થી અને વાલીઓ માટે આકરી કસોટી હોય અને આ કસોટી ભારરુપ પણ બની જતી હોય છે. તેવા સમયે નચિકેતા સ્કુલીંગ સિસ્ટમના ફાઉન્ડર પ્રેસીડેન્ટ સાંઇરામ દવેએ ધો. 10 ના વિઘાર્થીઓ સાથે ગોષ્ઠી કરી, વિઘાર્થીની સાથે સાથે વાલીઓને પણ પ્રોત્સાહન તથા માર્ગદર્શન મળી રહે તે માટે આત્મવિશ્વાસનો ઓટોગ્રાફ મોટીવેશન કાર્યક્રમનું આયોજન કર્યુ.

સાંઇરામ દવે બાળકોના વિચારોમાં સતત સકારાત્મકતા રહે તથા પરીક્ષા દરમિયાન વાલી તથા વિઘાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધે અને બાળકો નાસી પાસ ના થાય તે અનેક ઉદાહરણો આપ્યાં. ઉપનિષદમાંથી બાળકો સમજી શકે તે ભાષામાં બાળકોને મૂલ્ય ઘડતરનું જ્ઞાન આપ્યું.

જીવનમાં બાળકોનો સર્વાગી વિકાસ જરુરી છે. તેથી જીવનમાં હંમેશા સકારાત્મકતા રાખી ખુશ રહેવાની ચાવી બતાવી. જેમાં થોમસ આલ્વા એડિસનનું ઉદાહરણ આપી જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં નિષ્ફળતાઓની સીડી બનાવી સફળતાઓને સર કરવાની વાત કરી હતી. આ તકે વિઘાર્થીઓએ પણ આ વાતને સ્વીકારી હંમેશા હકારાત્મક રહેવાનું સ્વીકાર્યુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.