ગરવા ગઢ ગિરનારના ૫૫ હજાર પગથિયા ઉપર બિરાજતા જગત જનની મા જગદંબાના દર્શનનો લ્હાવો લેવા હવે રોપ વે મારફત સંતો, મહંતો પણ માં અંબાના ઉંબરે પહોંચી રહ્યા છે અને ઘણા સમયથી મા અંબાના દર્શન અને પૂજન, અર્ચન કરવાની જે મહેચ્છાઓ હતી તે મનોરથ પૂર્ણ થતાં ભાવવિભોર બની રહ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસમાં બે મહામંડલેશ્વર સંતો અન્ય સંતોની સાથે મા અંબાજીના દર્શન કરવા ગિરનારની ટોચ ઉપર અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મહંત દ્વારા તેમનો ગણ તથા ગુરુવારે અગ્નિ અખાડાના હરિદ્વાર શકતીપીઠ કાલિકા મંદિરના મહંત મહા મંડલેસ્વર કૈલાશનંદજી મહારાજ સાથે સભાપતિ મૂકતાનંદજી મહારાજ પધારયા હતા અને સંતોએ ગિરનારની ટોચ પર બિરાજતા જગત જનની માં અબેની પૂજા અર્ચના કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. આ તકે મંદિરના મહંત તનસુખગિરિ મહારાજ, મહંત ગણપત ગીરી બાપુએ સંતોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, પૂજ્ય ભારતી બાપુ ભાવ વિભોર થઇ ગયા હતા અને મહંત તનાસુખગીરી મહારાજને ભેટી પડયા હતા.
ગરવા ગઢ ગિરનારમાં બિરાજમાન અંબાજીના દર્શનનો લ્હાવો લેતા મહામંડલેશ્વરના સંતો
Previous Articleદિવાળી નિમિતે એસ.ટી નિગમ ૬૨૪૦ એકસ્ટ્રા ટ્રીપો દોડાવશે
Next Article સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના ૬ આંચકા