ડી.જે. સાથે મુખ્ય રથ, વિવિધ ફલોટસ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર જમાવશે આકર્ષણ
આગામી શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં રાજકોટના સમસ્ત સમાજ તથા સમસ્ત નાની મોટી સંસ્થા જોડાશે. આ શિવ શોભાયાત્રા દ્વારા ઘ્વજારોહણ, રૂદ્રભિષેક રૂટ ઉપર ઘ્વજા પ્રચાર-પ્રસાર, બેનર વગેરેનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. શિવ શોભાયાત્રા બપોરે ૨:૩૦ કલાકે ૧૧ દિકરીઓ તથા સંતો-મહંતો તથા વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તથા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીના હસ્તે શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. તેમાં વિવિધ પ્રકારના ફલોટ સંતો-મહંતો માટે રથ, વિવિધ પ્રકારના ફોર વ્હીલ તથા ટુ વ્હીલર તથા ડી.જે.ના સથવારે વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરથી મવડી, ફાયર બ્રિગેડ, બેગબોન શોપ, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રૈયા ચોકડી થઈને રૈયા ગામ, દશનામ ગોસ્વામી સમાજનું સમાધી સ્થાને સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી, મહાપ્રસાદ બાદ સમાપન કરવામાં આવશે. વિગતવાર માહિતી આપવા મહંત જયેશગીરીબાપુ, મહંત કિશોરગીરીબાપુ, મહંત હરેશગીરીબાપુ, મહંત ધર્મરાજગીરીબાપુ, મહંત કમલેશગીરીબાપુ, મહંત ભારતીબાપુ, મહંત રામેશ્ર્વરગીરીબાપુ (ઉજૈન), સંજયગીરી ગોસ્વામી, મહંત રતનગીરીબાપુ (ઉજૈન), હિરેનગીરી ગોસ્વામી, મહંત બ્રહ્મગીરીબાપુએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.