રાજકોટ સ્થા.જૈન મોટા સંઘ ખાતે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.ના મુખેથી શ્રીઉવસગહરં સ્તોત્રના દિવ્યજાપ યોજાયા..
” તિથ્થયરા મે પસીયંતુ ” હે તીથઁકર પરમાત્મા ચતુર્વિધ સંઘ ઉપર પ્રસન્ન થાઓના નાદ ગૂંજ્યા….
વિરાણી પૌષધ શાળાનો વિરાટ હોલ 2000 ઉપરાંત ભાવિકોથી ભરાઈ ગયો….
પૂ.સુશાંતમુનિજી,પૂ.નમ્રમુનિજી
પૂ.ચેતનમુનિજી,પૂ.વિનમ્રમુનિજી
જયારે પણ સમૂહ દીક્ષા થાય તે દીક્ષા મહોત્સવ ઉજવવાનો લાભ મોટા સંઘને આપજો : ઈશ્વરભાઈ દોશી….
મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી…
રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજ માટે રવિવારનો દિવસ સૂવૅણ દિવસ સાબિત થયો.તા.10/6/18 ના પાવન દિવસે પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.,રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.,પૂ.પિયુષમુનિ મ.સા.,પૂ.ચેતન મુનિ મ.સા.,પૂ.વિનમ્ર મુનિ મ.સા.,પૂ.પવિત્ર મુનિ મ.સા.તથા ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, અજરામર સંપ્રદાયના વિશાળ સાધ્વીવૃંદની પાવન ઉપસ્થિતિમાં શ્રી સ્થા.જૈન મોટા સંઘ,વિરાણી પૌષધ શાળા ખાતે ” મહા પ્રભાવક શ્રી ઉવસગહરં સ્તોત્ર ” ના જપ સાધનાનું આયોજન થયેલ. રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે બ્રહ્મ નાદથી અલૌકિક દિવ્ય જાપ કરાવેલ. બે હજાર ઉપરાંત ભાવિકોએ પરમ શાંતિમય વાતાવરણમાં જપ સાધનાનો અવિસ્મરણીય લાભ લીધેલ.
સૌપ્રથમ જૈન શાળાની બાલિકાઓએ સુંદર સ્તવનની પ્રસ્તુતિ કરી ચતુર્વિધ સંઘનું સ્વાગત કરેલ. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ ઉપસ્થિત ચતુર્વિધ સંઘનું સ્વાગત કરતાં કહ્યું કે આજનો દિવસ અમારા માટે પરમ ભાગ્યશાળી સાબિત થયો છે.વધુમાં તેઓએ કહ્યું કે શેષકાળનો મહત્તમ લાભ આપજો. ગોંડલ સંપ્રદાયના પૂ.ભદ્રાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.અજીતાબાઈ મ.સ. એ કહ્યું કે વિરાણી પૌષધ શાળાની ભૂમિ પરમ ભાગ્યશાળી છે કારણ કે અહીં અનેકોનેક આત્માઓની દીક્ષા ભૂમિ છે.તેઓએ કહ્યું કે મારી વડી દીક્ષા પણ આ ભૂમિ પર થયેલી છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.જિજ્ઞાબાઈ મ.સ. એ પ્રસંગોચિત્ત ઉદબોધન કરેલ.મોટા સંઘના તમામ સદ્સ્યો વતી શ્રી સંઘે ગુરુવર્યોને કામળી વહોરાવેલ. સ્વ.ગુલાબબેન અનિલભાઈ મહેતા પરીવાર તરફથી આયોજિત શાતાકારી નવકારશીમાં બે હજાર ભાવિકોએ લાભ લીધેલ.
જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે પોતાના મનનીય પ્રવચન આપતા ફરમાવ્યુ કે વિરાણી પૌષધ શાળા સાથે મારી સ્મૃતિઓ અને સંભારણા જોડાયેલા છે. સંયમ અંગીકાર કર્યા બાદ પ્રથમ પ્રવચન આ ભૂમિ ઉપર આપેલું. એક સપનું હતું કે આ પાવન ભૂમિ ઉપર મહા પ્રભાવક શ્રી ઉવસગહરં સ્તોત્રની જપ સાધના કરાવવી.આજે આ સપનું સાકાર થયું છે. સંતો સદા તપ-જપની સાધના – આરાધના કરવા અને કરાવવા આવતા હોય છે. જિન શાસન હંમેશાં ઉપાસકોથી શોભે છે. પૂ.ગુરુદેવે વધુમા કહ્યું કે જગતના સર્વે જીવો પ્રત્યે સમભાવ રાખજો.સંતનું સજૅન સદા નિ:સ્વાથૅ જ હોય છે. પૂ.સંતો અને સંઘપતિઓ ગામમાં રહેલા ટાવર ઘડીયાળ જેવા હોય છે.જો ટાવર ઘડીયાળ સાચો સમય ન બતાવે તો જનતાનું સમય પત્રક વેર વિખેર થઈ જાય છે. એક રોચક દ્રષ્ટાંત દ્રારા સમજાવેલ કે ફુલની સાથે રહો તો સુવાસ મળે અને કાદવ સાથે રહો તો વાસ મળે.
સદ્ ગુણોની પ્રભાવનાથી આકાશ સુધીની ઉંચાઈ મળે. ધમૅ કરજો અને અન્યને ધમૅમાં જોડજો. સંઘષૅ બાદ જે સફળતા મળે છે તે શ્રેષ્ઠતમ હોય છે. જીવનમાં આત્મ વિશ્વાસ વધારજો.મોટા સંઘના ટ્રસ્ટી રજનીભાઈ બાવીસીએ પૂ.ગુરુવર્યોને ચાતુર્માસ તેમજ શેષકાળનો લાભ આપવા વિનંતી કરેલ.આભાર વિધી સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ કરેલ તેમ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની યાદિમાં જણાવાયું છે.