‘ગુરુસોળ આની પાળે ત્યારે શિષ્ય માંડ બે આની પાલન કરે’
ગુરુકુલની ૩પ શાખાઓમાં સવારે ૪.૩૦ વાગ્યે માટલાના ઠંડા પાણીથી સંતો અને ૪ હજાર જેટલા વિઘાર્થીઓ એક માસ સ્નાન કરે છે
ગાંધીજી કહેતા કે મારું જીવન એજ મારો ઉપદેશ વાતો કરવી અને જીવન જીવવું બન્નેમાં તફાવત આજે ઠેર ઠેર દેખાઇ રહ્યો છે. ત્યારે ભગવાન સ્વામીનારાયણ સ્વય જીવન જીવવાની સાથે સંતોને ઉપદેશ આપતા કહે છે કે ગુરુ સોળ આની પાળે ત્યારે શિષ્ય માંડ બે આની પાલન કરે. પિતા પણ પોતાના સગા સંતાનને ધાર્યુ જીવન જીવવાનું શિખવી શકતા નથી. વાતાવરણનો વાયરો સહુને વર્તનમાં કયાંયના કયાંય ઉડાડી દે છે.
રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલ અને તેની દેશ વિદેશની ૩પ શાખાોઓમાં ધનરૂપે સ્ત્રીના સંતો નિષ્કામ ભાવે સેવા કરે છે. જીવન જીવી ઉપદેશ આપે છે. તેના મૂળમાં ગુરુકુલના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીનું પ્રેરણાદઇ જીવન હતું. એ પણે આપેલા આદર્શો દ્વારા ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના ત્યાગ વૈરાગ્ય મઘ જીવનને કારણે આજે એમણે ૨૪૬ સંત પાર્ષદ શિષ્યો ગુરુ અને ભગવાનને રાજી કરવા ધાર્મિક શૈક્ષણીને સામાજીક સેવા કાર્યો કરી રહ્યા છે. દિવાથી દિવો પ્રગટે એમ વર્તન દ્વારા વાતો કરનારા સંતો એક મહિના સુધી ઠંડીના આ સમયે નિત્ય સવારે ૪.૩૦ વાગ્યે માટલાના પાણીથી સ્નાન કરતા હોય છે. તેમના જીવન જોઇને આજે ગુરુકુલોમાં ૪૦૦૦ જેટલા વિઘાર્થીઓ ઠંડા માટલાના પાણીથી સ્વેચ્છાએ સ્વપ્ન કરી તન, મનની તંદુરસ્તી અને સાહસિકતાના પાઠ સહેજે શીખી રહ્યા છે. એવા પ્રેરણા દઇ સંતો દ્વારા સમાજ વધુ સમૃઘ્ધ બનતો રહેશે.