- વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરતા શહેરીજનો
રાજકોટમાં સમસ્ત ચુંવાળિયા સમાજ દ્વારા આયોજીત વેલનાથ જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મગુરૂ વેલનાથ ભવ્યના જન્મદિવસ તથા અષાઢી બીજના પાવન પર્વે શોભાયાત્રામાં માનવ મેદની ઉમટી હતી.
વેલનાથના જીવનમાં સત્સંગ, શિવભક્તિ, સાધુ-સંતોની સેવા કરવી ભક્તિ અને સિધ્ધિ મળવાના કારણે ગીરનારમાં સંતોની હરોળમાં સ્થાન પામ્યા હતા. ગીરનારની પરિક્રમાને જ્યાંથી પ્રસ્થાન કરવામાં આવે તેને “વેલનાથ બાવા” જગ્યા તરીકે ઓળખવામાં આવે છે.
વેલનાથજીનું અમૂલ્ય યોગદાન છે. ચુંવાળિયા સમાજના ધર્મગુરૂ વેલનાથજીની સ્મૃતિના ભાગરૂપે સમસ્ત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાધુ-સંતો, મહિલાઓ, બાળકો ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારા અબીલે-ગુલાલ સાથે રથયાત્રામાં બાળકોએ વેલનાથજીના વેશભૂષા ધારણ કરી હતી.
વેલનાથજીના જન્મદિવસે તેમનો જ વેશ ધારણ કરીને ખૂબ આનંદ થયો: ભાર્ગવ કુવરીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં ભાર્ગવ કુવરીયાએ જણાવ્યું હતું કે ભગવાન વેલનાથના જન્મદિવસ નિમિતે તેમનો જ વેશ ધારણ કરીને ખૂબ જ આનંદ થયો.
સમાજની દીકરીઓ માટે છાત્રાલય બનાવીશું: પ્રમુખ દેવાંગ કુકાવા
‘અબતક’ સાથેની વાતચિતમાં દેવાંગ કુકાવાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં રથયાત્રાને 25 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષોવર્ષ વેલનાથ જયંતિની સમસ્ત સમાજ દ્વારાઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આમંત્રણ વિના જ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સાધુ-સંતોના સ્વયંભૂ જ આવ્યા હતા. આ ઉપરાંત આગામી સમયમાં ક્ધયાઓ માટે છાત્રાલય પણ બનાવવામાં આવશે. જે અમારા સમાજ માટે સૌભાગ્યની વાત હશે.
રથયાત્રામાં ઠેર-ઠેરથી લોકોનો મળ્યો પ્રતિસાદ: મહામંત્રી દીપક બાબરીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં મહામંત્રી દીપક બાબરીયાએ જણાવ્યું હતું કે વેલનાથ જયંતિએ સમગ્ર સમાજ ભક્તિમાં લીન થઇ ગયો હતો. ઠેર-ઠેર જગ્યાએથી લોકો જોડાયા હતા. વાતાવરણ ભક્તિમય બનીવેલનાથના નાદ સાથે સમગ્ર લોકો આનંદથી ઝુમી ઉઠ્યા હતા. ઘોડા ગાડીઓ, બગીઓ સાથે લોકો રથયાત્રામાં જોડાયા હતા. લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી.
વેલનાથ જયંતિ અને અષાઢી બીજનો સુલભ સંયોગ: ભરત ડાભી
‘અબતક’ સાથેની વાતચિતમાં ચુંવાળિયા કોળી સમાજના ભરત ડાભીએ કોળી સમાજના ધર્મગુરૂ વેલનાથના જન્મદિવસે તથા અષાઢી બીજનાપાવન પર્વે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 થી 15 હજાર લોકો જોડાયા હતા. ત્યારબાદ પણ લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હતો. વેલનાથજીની રથયાત્રામાં માનવ મેદની ઉમટી હતી.
સમગ્ર ગુજરાતમાં વેલનાથ જયંતિની ભાવભેરથી ઉજવણી: દિનેશ મકવાણા
‘અબતક’ સાથેની વાતચિતમાં દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વેલનાથ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. દરેક જિલ્લા-તાલુકામાં વેલનાથ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. શોભાયાત્રામાં સમસ્ત ચુંવાળિયા કોળી સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.