સૌરાષ્ટ્ર ગુજરાત જ નહી દેશ અને વિદેશમાં જેના જીવત જાગત પરચાથી અનેકના જીવન ધન્ય બની ગયા છે. તેવા પાટડીના સંત શિરોમણી પૂ. જગાબાપાની પંચમી પૂણ્યતિથિ નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ખાસ ઉપસ્થિત રહેશે.
જીવનભર ઉદાસી સંપ્રદાયના ધર્માચરણ અને સંકટ મોચન હનુમાનજીની સેવા સાધના અને ભગવાન ભોળાનાથના આશીર્વચન સાથે દીન દુ:ખીયાની સેવા થકી સંત પરચાની આહલેખ જગાવીને શિવત્વ પામી ગયેલા પાટડીના સંત શિરોમણી પૂ. જગાબાપાના આશિર્વાદથી અનેક ભાવિક ભકતો અને આસ્થાળુઓના જીવન ધન્ય થઈ ગયા છે.
જગાબાપા એક એવા જીવત જાગત સંત છે કે જેની મહેર લોકોની વાતોમાં નહી પરંતુ રંકમાંથી રાજા બનેલા અનેક લોકોનાં જીવનમાં હયાત થઈને જીવે છે. પાટડીના સંત જગાબાપાની પંચમી પૂણ્યતિથી નિમિતે સીતારામ પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટડી ઉદાસી આશ્રમ ખાતે પૂ. જગાબાપાની પંચમી પૂણ્યતિથીનિમિતે આગામી ચૈત્ર સુદ-૫ (પાંચમ) તા.૨૨-૩-૨૦૧૮ને ગુ‚વારના રોજ રાત્રે ૯ કલાકે જાહેર સંતવાણી (ડાયરા)નું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ભજનીક ફરીદા મીર, ગમન સાંથલ (ભજનીક), મે‚ રબારી (મોજીલો માલધારી), હરી ગઢવી (ભજનીક) દડુભા કરપડા (આશ્રમના કવિરાજ), મહેશદાન ગઢવી ( ભજનીક), બ્રિજરાજ ગઢવી (લોકસાહિત્ય), હકાભા ગઢવી (હાસ્ય કલાકાર), જયમંત દવે (ભજનીક), વાઘજીભાઈ રબારી (સાહિત્યકાર), ‚ષભ આહિર (મોજી રમકડુ), શિવરાજ ગઢવી (ભજનીક) દિવ્યેશ જેઠવા (ભજનીક) રમેશદાન ગઢવી (સંચાલન), એચ.વી. સાઉન્ડના સથવારે તબલચી: હસીયા ઉસ્તાદ,, સુરજ મીર ઉસ્તાદ, જયસુખભાઈ, મુન્નાભાઈ મહારાજ, બેન્જો વાદક: હરેશભાઈ, રવિભાઈ પરમાર, મંજીરાના માણીગર વાઘુભા ઝાલા ભાવીકોને અનેરી મોજ કરાવશે.
પરમ પૂજય સંત શિરોમણી જગાબાપાની પંચમી પૂણ્યતિથી નિમિતે ૨૨ માર્ચના ગુ‚વારના રોજ સવારે ૭.૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ, મૂર્તિ પૂજન સવારે ૧૦ કલાકે, યજ્ઞ પૂર્ણાંહુતિ બપોરે ૧.૧૫ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧.૩૦ કલાકે, શોભયાત્રા સાંજે ૪ કલાકે જેમાં ૧૦૦ થી વધુ વાહનોનો કાફલા સાથે ભવ્યાતીભવ્ય શોભાયાત્રા નીકળશે જે પાટડી ગામમાં ફરશે. તથા રાત્રે ૭ કલાકે મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાશે.
પૂ. જગાબાપા ઉદાસીપંથ અને દીન દુ:ખીયાની સેવા સાધનાની આ આહલેક અને ધર્મયજ્ઞની ધૂણી અવિરત જગાવી રાખનાર જગાબાપુના ઉત્તરાધિકારી પૂ. ભાવેશબાપુની નિશ્રામાં જગાબાપુની પંચમી પૂણ્યતિથી મહોત્સવમાં બ્રહ્મલીન જગાબાપુના સાક્ષાત્કાર જેવા ધર્મ અનુભવનો લાભ હજારો ભાવીકો લેશે.
આ મહોત્સવને સફળ બનાવવા સીતારામ પરિવાર, ઉદાસી આશ્રમ, ખારાગોઢા, પાટડી ખાતે ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ખારાગોઢા પાટડીના ઉદાસી આશ્રમમાં યોજાનારા આ મહોત્સવનો લાભ લેવા ભાવિકોને સીતારામ પરિવાર અને ભાવેશબાપુએ ધર્માનુરોધ કર્યો છે.
ફરીદા મીર, ગમન સાંથલ, મેરૂ રબારી, હરી ગઢવી, દડુભા કરપડા, મહેશદાન ગઢવી, બ્રિજરાજ ગઢવી, હકાભા ગઢવી, જયમંત દવે, વાઘજીભાઈ રબારી,રૂષભ આહિર,શિવરાજ ગઢવી, દિવ્યેશ જેઠવા ભાવીકોને મોજ કરાવશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,