કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતીય શટલર સાઈના નેહવાલે ભારતની જ પીવી સિંધુને હરાવીને બેડમિન્ટન વુમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 56 મિનિટ સુધી ચાલેલા ફાઈનલમાં સાઈનાએ પહેલો સેટ 21-18 અને બીજો સેટ 23-11થી પોતાના નામે કર્યો હતો. સાઈના કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય શટલર બની ગઈ છે. તે 2010માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં વુમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. ભારત ગોલ્ડ કોસ્ટમાં અત્યારસુધીમાં 63 મેડલ જીતી ચુક્યું છે. જેમાં 26 ગોલ્ડ છે. મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને છે. આ સાથે જ ભારતના અત્યારસુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં 501 મેડલ થઈ ગયાં છે. ભારતે પહેલી વખત 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.
Indian shuttler #SainaNehwal defeated her opponent #PVSindhu by straight games to clinch the women’s singles title in the badminton competition at the #CWG2018 #GC2018Badminton #SainaVsSindhu
Read @ANI story | https://t.co/2daMMg69bO pic.twitter.com/Vpi1Oe6C9f
— ANI Digital (@ani_digital) April 15, 2018
લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેળવનાર સાઈના નેહવાલે પીવી સિંધુ સામે પેહલી ગેમમાં સારી શરૂઆત કરી હતી. તેને 8-4થી બઢત મેળવી હતી. સારો એવો અનુભવ હોવાને કારણે સાઈનાએ સિંધુને વધુ અંક લેવા ન દીધાં. જો કે સિંધુએ વાપસીના પ્રયાસો કર્યાં હતા. તેને સતત પાંચ અંક લીધા અને સ્કોર 18-20 કર્યો હતો. પરંતુ સાઈનાએ એક અંક લઈને 21-18ની સામે ગેમ પોતાના નામે કરી હતી.