મહિલા સિગલ્સની ફાઇનલમાં સાઇનાએ પી.બી. સિંધુને ૨૧–૧૭, ૨૭–૨૫ થી પરાજય આપ્યો
૮૨મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સાઇના નહેવાલ અને એચ.એસ. પ્રણોયે પોતાનાથી ઉંચી રેન્કના ખેલાડીઓ સામે વિજય મેળવી મહીલા અને પુ‚ષ સિંગલ્સની ટ્રોફી જીતી લીધી હતી. મહીલા સિગલ્સની ફાઇનલમાં સાઇના નહેવાલ બીજા ક્રમાંક ધરાવતી પી.વી.સિંંધુને ૫૪ મીનીટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૭, ૨૭-૨૫ થી પરાજય આપી ત્રીજી વખત નેશનલ ટાઇટલ જીતી લીધું છે.
સાઇના આ ચેમ્પિયનશિપમાં ૧૦ વર્ષ બાદ ટાઇટલ જીતવામાં સફળ થઇ હતી.
આ પહેલા સાઇનાએ વર્ષે ૨૦૦૬ અને ૨૦૦૭માં ટાઇટલ જીત્યું હતું. પુ‚ષ સિંગલ્સમાં એચ.એસ. પ્રણોયે મેજર અપસેટ સર્જતા બીજો ક્રમાંક ધરાવતા કિંધબી શ્રીકાંતને ત્રણ સેટ સુધી ચાલેલા મુલાબલામાં ૨૧-૧૫, ૧૬-૨૧,૨૧-૭ થી પરાજય આપી નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપમાં પુ‚ષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું.
પ્રથમ સેટમાં સાઇના ૫-૩ થી લીડ મેળવવામાં સફળ રહી હતી અને તેને ખબર હતી કે નજીવી લીડ પણ તેને મેચમાં જીત અપાવી શકે છે. સાઇનાએ ૧૭-૧૨ અને અંતે ૨૧-૧૭ થી પ્રથમ સેટ જીતવામાં સફળતા મેળવી હતી. આમ તે ૧૦ વર્ષ બાદ તે ફરીથી નેશનલ ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.