ગઈ તા. ૦૪-ઓગસ્ટ-૧૮ના રોજ સાયલા તાલુકાના ગરાભડી ગામે ફરીયાદી સવાભાઈ વેલાભાઈ કુકડીયા ત.કોળી ના દીકરા રમેશભાઈ ગામ પાદરમા પડેલ જી.ઈ.બી ના થાભલા લેવા જતા, આરોપી રવુભાઈ અનકભાઈ કાઠી દરબાર સાથે બોલાચાલી થયેલી. જે અંગેનુ મનદુખ રાખી, ફરીયાદી સવાભાઈ વેલાભાઈ કુકડીયા ત.કોળીનુ આરોપીઓ રવુભાઇ અનકભાઇ કાઠી દરબાર,વહતુભાઇ અનકભાઇ, સુરાભાઇ ભરતભાઇ, લધુભાઇ બહાદુરભાઇ, વિજયભાઇ લધુભાઇ તથા કુલદીપભાઇ લધુભાઇ રહે.
બધા ગરાંભડી બે કારમા આવી, ફરી.ને ઉપાડી, અપહરણ કરી લઇ જઇ, લાકડી, પાઇપ, કુહાડી જેવા હથીયારોથી ફરીયાદીને બન્ને પગે આડેધડ માર મારી, ડાબા પગે બે ફેક્ચર તથા જમણા પગે એક ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી, તથા ફરીયાદીના ગંજીના ખીસ્સામાંથી રોકડા રૂ. ૨૦,૦૦૦/- તથા સોનાની વીટી નંગ ૦૨ ની લુટ કરી, લઇ ગયેલ. જે અંગે આરોપીઓ વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ હતી.
ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. લક્ષ્મણભાઈ, મયુરસિંહ, વાજસૂર ગઢવી, યોગેશભાઈ, વિજયસિંહ, સહિતના જુદી જુદી ટીમો બનાવી, સાયલા વિસ્તારમાં જુદી જુદી ટીમો મોકલી, તપાસ આદરવામાં આવતા, ગરાંભડી ગામના બોર્ડ પાસેથી સ્વીફટ કાર નં.ૠઉં.૧૩ ગગ.૯૧૮૭ મા શકાસ્પદ જણાતા, તેને ચેક કરતા, આરોપીઓ રવુભાઇ અનકભાઇ ખવડ કાઠી દરબાર ઉ.વ.૪૫, વહતુભાઇ અનકભાઇ ખવડ કાઠી દરબાર ઉ.વ. ૪૧, સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ ભરતભાઇ ખાચર કાઠી દરબાર ઉ.વ. ૩૨, લઘુભાઇ બહાદુરભાઇ ખવડ જાતે.કાઠી દરબાર ઉ.વ. ૫૮, વિજયભાઇ લઘુભાઇ ખવડ જાતે કાઠી દરબાર ઉ.વ. ૨૨ તથા કુલદીપભાઇ લઘુભાઇ ખવડ જાતે કાઠી દરબાર ઉ.વ. ૨૦ રહે બધા ગરાંભડી તા.સાયલાને ગણતરીની કલાકોમા ધરપકડ કરી, પકડાયેલ આરોપીઓ પાસેથી ગુન્હામાં વાપરેલ હથિયારો તથા બનાવ સમયે પહેરેલ કાપડાઓ કબજે કરી, ધરપકડ કરવામાં આવેલ છે.