ઝડપી સહાય મળે તે માટે મોડે સુધી કામગીરી કરાઈ
સાયલા તાલુકામાંને સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ સરકારે ઇનપુટ સહાય આપી સાયલા તલાટી અને તાલુકા પંચાયતના કર્મચારીઓએ ખેડૂતોને ઝડપભેર સહાય મળે તે માટે મોડી રાત્રી સુધી કામગીરી શરૂ કરી ૪૦૩૦ લાભાર્થીઓને રૂ.૪.૫૩ કરોડની રકમ સાયલા એસબીઆઇના હવાલે કરવામાં આવી હતી. પરંતુ બેંકની ગોકળગતીના કારણે ખેડૂતોને રકમ ન મળતા પરેશાન બની ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાત તાલુકા પૈકી સાયલા તાલુકાને પૂર્ણ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં ૬,૮૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીએ પાત્રતા ધરાવતા અસરગ્રસ્ત ખેડૂતોને સમાન ધોરણે ક્રોપ ઇનપુટ સબસીડી ચૂકવાવા માટે સાયલા તાલુકા વિકાસ અધિકારી પંકજભાઇ શેટ્ટીએ તલાટી અને તાલુકા પંચાયતના કર્મચારીઓને અસરગ્રસ્ત ખેડૂતોના કેસોની તપાસણી કરી બેંક એકાઉન્ટમાં ચાર કરોડથી વધુ રકમ જમા કરી છે.
પરંતુ સાયલા એસબીઆઇની ગોકળગતીની કામગીરી જોવા મળે છે. આ બાબતે કરશનભાઇ, રમેશભાઇ અને જેરામભાઇ પટેલે જણાવ્યું કે, ઇનપુટ સહાય બાબતે બેંકમાં તળીયાઘસતા ખેડૂતો જોવા મળે છે. ઇનપુટ સહાય બાબતે બેંકના કામગીરી ચાલુ છે. તેમ જણાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે. આ બાબતે બેંક મેનેજર હિતેષ યાદવે જણાવ્યું કે ઇનપુટની કામગીરીમાં દરેક બેંકમાં ડીડી મોકલવાની કામગીરી કરાશે.