આજે મહત્વાકાંક્ષી મૂવી શેફ થઇ દેશભરમાં રીલિઝ
સૈફ અલિની પહેલાં બોલીવુડમાં આવેલા આમીર, સલમાન, શાહરુખ પડદા પર હજુ ‘હીરોગીરી’ કરી રહ્યા છે. જયારે સૈફ અલિ તેની હીરો તરીકેની કારકિર્દીનો અંતિમ દાવ ખેલી રહ્યો છે. આવું ખુદ અભિનેતા માને છે. આજે તેની મહત્વાકાંક્ષી મૂવી ‘શેફ’દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. ગઇકાલે મોડી રાતે મુંબઇમાં યોજાયેલા સ્પેશ્યલ સ્ક્રિનીંગ શોમાં કોમલ નાહટા જેવા પીઢ ફિલ્મ સમીક્ષકે ફિલ્મના વખાણ કર્યા છે.સૈફય અલિએ શેફ (રસોઇ નિષ્ણાત)ની ભૂમિકા સાકાર કરવા તાલીમ લીધી છે. ટૂંકમાં હવે તે બેબો બેગમને રાંધીને ખવડાવી શકે છે. આ તો એક મજાક છે. પરંતુ સીરીયસલી ફિલ્મ શેફના પ્રિવ્યુ સારા છે.બીજી તરફ સૈફ અલિ ખુદ કહે છે કે જો આ ફિલ્મ ન ચાલી તો મારે આત્મમંથન કરવું પડશે કે મારે આગળ ચરિત્ર અભિનેતાને છાજે તેવા રોલ કરવા કે નહીં ? જો કે આમીર ખાન અને અક્ષય કુમારે આ કામ કયારનું શરુ કરી દીધું છે ને તેમાં તેઓ સફળ રહ્યા છે.સૈફ અલીની પુત્રી સારા ફિલ્મ કેદારનાથ થી બોલીવૂડમાં પ્રવેશી રહી છે. ફિલ્મનું શુટીંગ ચાલુ છે. ત્યારબાદ, પુત્ર ઇબ્રાહીમ પણ હીરો બનવાની તાલીમ લઇ રહ્યો છે. ટૂંકમાં સૈફ અલિએ સ્વીકાર્યુ છે. કે હવે હાથમાં ગીટાર પકડીને ક્ધયાઓને લુભાવવાના દિવસો ગયાને કેરેકટર રોલ કરવાનો સમય પાકી ગયો છે.બાય ધ વે, સૈફ અલિએ વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓમકારા’માં લંગડા ત્યાગીની ભૂમિકા ભજવી હતી. જે એક કેરેટકર રોલ જ હતો. આ ભૂમિકા ભજવવા સૈફ અલિએ પોતાના વાળની ‘બલિ’ ચઢાવી હતી. સૈફ અલિના હાથ પર અત્યારે એકેય નવી ફિલ્મ નથી. આગામી ફિલ્મોમાં કાલાકાંડી, બાઝાર અને રાત બાકી સામેલ છે. તેની પાસે વિશાલ ભારદ્વાજની જ એક ફિલ્મની ઓફર છે. પણ તેનો હીરો નવાઝુદીન સીદીકી છે. હજુ કંઇ જ ક્ધફર્મ નથી. સૈફની તમન્ના છે કે તે પડદા પર પિતા ટાઇગર પટોડી (મન્સૂર અલિ ખાન) ની ભૂમિકા ભજવે જો કે તે ખુલ પ્રોડયુસર પણ છે. ભવિષ્યમાં કદાચ ફિલ્મ બનાવે પણ ખરો ઓલ ધ બેસ્ટ