-
સુખી જીવનનાં પાંચ મંત્રો વિશે પુ. રાજેશભાઇ તથા હાસ્ય કલાકાર સાંઇરામ દવેનું અને ધારદાર વકતૃત્વ
-
શિક્ષણ અને કેળવણી વચ્ચે શું ફર્ક છે? જેવા પ્રશ્ર્નોનો મળ્યો જવાબ
શું આપણે ખેરખર સુખી છીએ? કે સુખી હોવાની ભાતીમાં છીએ? સુખ અને આનંદ વચ્ચે શું ફર્ક છે? શિક્ષણ અને કેળવણી વચ્ચે શું ફર્ક છે? અઘ્યાત્મ વિનાનું શિક્ષણ અને કેળવણી વિનાનું જીવન આપણી આવનારી પેઢીને કઇ દિશામાં લઇ જઇ રહ્યું છે? આવા અનેક પ્રશ્ર્નો દ્વારા આજના બાળકો યુવાનો અને વાલીઓના અઘ્યાત્મ મંથન માટે સાઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા રાજકોટનાં બી.એ.પી. એસ. હોલ અક્ષર મંદિર ખાતે સુખી જીવનના પાંચ મંત્રો શિક્ષણનું અઘ્યાત્મ મંથન વિષય ઉપર ગુરુદેવ રાકેશભાઇ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર તથા સુપ્રસિઘ્ધ હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાંઇરામ દવે દ્વારા સચોટ અને ધારદાર વકતત્વ રજુ કરવામાં આવ્યું હતું. સાંઇરામ દવેએ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમની શરુઆત કરી હતી. ત્યારબાદ ગુરુદેવ રાકેશભાઇ એ પોતાનું વકતૃત્વ પ્રસ્તુત કર્યુ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરનું મહત્વ કાર્ય
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર એક વિશ્ર્વવ્યાપી અભિયાન છે. જે સાધકોના આઘ્યાત્મિક ઉત્થાન તેમજ સમાજ કલ્યાણ અર્થે કાર્યરત છે. શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર એ મિશનનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે. તથા મિશનના ૧૦૮ સત્સંગ કેન્દ્રો, ૪૪ યુથ ગ્રુપ અને ર૪૪ ડિવાઇનટચ કેન્દ્રો છે. જેના દ્વારા બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન તથા તેમના સ્વવિકાસના વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેર એ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરનું એક સામાજીક અભિયાન છે કે મજુષ્યજાતિ, પ્રાણીજગત અને પર્યાવરણને શાતા અને સેવા પહોંચાડવા પ્રયત્નશીલ છે. તેમની પ્રવૃતિઓમાં આરોગ્ય સેવા, શૈક્ષણિક સેવા, બાળ સેવા, મહિલા સેવા, આદિવાસી સેવા, સમાજ સેવા, માનવીય સેવા સંકયસહાય સેવા, પ્રાણી સેવા તથા પર્યાવરણસુરક્ષા સેવા જેવા દસ મુદ્દાના કાર્યક્રમો સમાવેશ થાય છે. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પોતાનું સત્ય સ્વરુપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો.