સોશિયલ મીડિયામાં લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઈરામ દવેની ઓળખ ચોરી કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવનાર શખ્સની ધરપકડ કરતું રાજકોટ શહેર સાયબર ક્રાઈમ
સાયબર ક્રાઈમ અવેરનેસ અંગે શહેરમાં તજજ્ઞો દ્વારા તે દરમ્યાન ભેજાબાજ શખ્સને જાણીતા હાસ્ય કલાકાર ઈન્સ્ટાગ્રામ આઈડી ચોરી કરી ચેડા કર્યાનું સામે આવતા ભેજાબાજ કર્મકાડી વિપ્ર યુવાનને સાયબર સેલનાં સ્ટાફે ઝડપી લીધો હતો. રાજકોટ શહેર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ એન.જાડેજાનાઓએ સોશિયલ મીડીયામાં સાયબર ક્રાઈમ ગુન્હા શોધી આરોપીની ધરપકડ કરવા સુચના આપેલ હોય જે બાબતે મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઈમનાં ડી.જી.પલસાણા તથા દક્ષિણ વિભાગ મદદનીશ પોલીસ કમિશનર જે.એસ.ગેડમનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.બી.દેસાઈ તથા પો.ઈન્સ. બી.એમ.કાતરીયા તથા પો.સ.ઈ. ડી.બી.ગઢવી તથા પો.સ.ઈ. કે.જે.રાણા તથા પો.સ.ઈ. એસ.એસ.નાયર તથા એ.એસ.આઈ સી.એમ.ચાવડા અને સંજયભાઈ ઠાકર અને મનોજભાઈ આહીર અને ટીમ દ્વારા યુનિ. પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૭૫/૧૯ તા.૧૮/૦૬/૨૦૧૯ આઈટી એકટ કલમ ૬૭ (એ) ઈ.પી.કો.કલમ ૪૦૬ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેના કામે ટેકનિકલ એનાલીસીસ અને ઈન્ફોર્મેશન ગેધરીંગ કરી શખ્સની ધરપકડ કરેલ છે.
જેમાં આ કામનાં સાંઈરામ દવેના ઓળખની ચોરી કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી તેના ફોટા તથા કૃતીનો છેતરપીંડી પૂર્વક ઉપયોગ કરી અને ખોટી પ્રસિઘ્ધ મેળવવા તથા તેના દ્વારા રૂપિયા પડાવવાનો કારસો કરેલ હોય જે મુજબની ફરિયાદ આપેલ હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પો.સ્ટે.દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સ આશિષ પંકજભાઈ જાની (ઉ.વ.૨૦, ધંધો.કર્મકાંડ, રહે. નાગલપર જી.બોટાદ)વાળાની ધરપકડ કરી ગુન્હો ડીટેકટ કરેલ છે. આરોપીની પુછપરછ કરતા પોતે બીએમાં ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કરેલ હોવાનું જણાવે છે તેમજ પોતે છેલ્લા બે વર્ષથી તેણે બનાવેલું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાંઈરામદવે ઓફિશીયલ નામે ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ તે અલગ-અલગ સેલીબ્રીટીઓને મેસેજ કરીને ફોલો કરવા તથા પોસ્ટ લાઈક કરવા જણાવેલ હતું તથા સાંઈરામ દવે દ્વારા લાઈવ સ્ટેજ શો વિડીયોગ્રાફી તથા ડીજીટલ પ્લેટફોર્મ મારફત યુ-ટયુબ , ઈન્સ્ટાગ્રામ, ગુગલ વે પેજ પર જે કૃતિઓ રજુ થતી તે રજુ કરેલ કૃતિનો છેતરપીંડી પૂર્વક ઉપયોગ કરી અને ખોટી પ્રસિઘ્ધી મેળવવા ઉપયોગ કરેલ છે જે અંગેની વધુ તપાસ ચાલુ છે.