ગુજરાતી લોકગીતોના રસદર્શન સાથેેનું આ પુસ્તક ગુજરાત સરકારે માહિતી ખાતાના પ્રકાશનમાં પ્રગટ કર્યુ છે
ગુજરાતી લોકગીતોના રસદર્શન ક્ષેત્ર ખૂબ ઓછું કામ થયું છે ત્યારે જાણીતા લોકગાયક – પત્રકાર નીલેશ પંડયાના ખૂબ જ લોકભોગ્ય બનેલા પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે.
ગુજરાત પાસે હજારો લોકગીતોનો ખજાનો છે પણ જુદાં જુદાં કારણોસર યુવાધન તેનાથી વિમુખ થઇ રહ્યું છે ત્યારે લોકગાયક – પત્રકાર નીલેશ પંડયાએ રપ0 જેટલાં લોકગીતોનું રસદર્શન કરાવ્યું છે ને પોતાના પ્રોગ્રામોમાં આ ગીતો અર્થ સાથે પ્રસ્તુત કરે છે.
પસંદ કરેલાં 90 લોકગીતો અને તેના રસદર્શનનું કલરફુલ પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ ગુજરાત સરકારે માહિતિ ખાતાના પ્રકાશનમાં પ્રગટ કર્યુ છે. જે ભારે લોકાદર પામ્યું છે. ખાસ તો લોકસાહિત્ય, લોકસંગીતના અભ્યાસુઓ, યુવાવર્ગ અને એમાંય કલાસ વન-ટૂ માટે સ્પર્ધાત્મક પરીક્ષાર્ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. ઉલ્લેખનીય છે કે લોકસાહિત્યને લગતું આ તેમનું પ્રથમ પુસ્તક છે.