સહિયરનો મંગળા આરંભ સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જ્યારે ઇનામો ડો. ધનસુખભાઇ ભંડેરી પરિવારના હસ્તે અપાયા
સૌરાષ્ટ્ર રાજકોટની શ્રેષ્ઠ નવરાત્રિ સહિયર રાસોત્સવમાં રાત પડા ને રંગત જામે છે ડાકલા, ટીટોડો, છલડો, ભકિત, દેશ ભકિતની રચનાઓથી છલોછલ રાસોત્સવમાં પ્રેક્ષકો અને ખેલૈયાઓ પૈસા વસુલની અનુભુતિ કરી રહ્યા છે.
આવનાર તમામ લોકો પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાને અભિનંદન આપી રહ્યા છે. રાસોત્સવની શરુઆત પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તેમાંની આરતી થઇ હતી. આરતીના ગાયકો તેજસ શિસાંગીયા તથા સાગરદાન ગઢવીએ આરતી ગાઇ હતી. ભાજપ અગ્રણી મનુભાઇ વઘાસીયા, જયંતિભાઇ સરધરા ઉપસ્થિત રહ્યા હતા. રાસોત્સવ નિહાળવા મ્યુનિ. કમિશ્નર અમીત અરોરા, ડે. કમિશ્નર આશિષકુમાર, ઓફીસર સાગઠીયા, એસી.પી.વી. કો. મલ્હોત્રા, પી.આઇ. જે.વી. ધોળા, પી.આઇ. વ્યાસ, પી.આઇ. જે.ડી. ઝાલા, પી.એસ.આઇ. ઝાલા પરિવાર સાથે હાજર રહ્યા હતા.
રાસોત્સવનો રંગ જમાવવા ગરબા કિંગ રાહુલ મહેતા, લોક ગાયક સાગરદાન ગઢવી, મલ્ટીટેલેન્ટ સાજીદ ખ્યાર તથા વર્સેટાઇલ ઉર્વી પુરોહિતે રંગ જમાવ્યો હતો. સાગર બેન્જો, વિજય બારોટ, રવિ ભશ્ર્વમાં મેલોડી ના ડાકલાના તાલે હિતેષ ઢકેચાએ સ્ટેજ પર આવી જમાવટ કરી હતી. વિજેતાઓને ડો. ઘનસુખભાઇ ભંડેરી, કૈલાશબેન ભંડેરી, દિવ્યરાજસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ઘૈર્ય પારેખ, જય પારેખ, ધર્મરાજસિંહ ગોહેલ, દયેલા પંડીત, વાપીથી ઉ5સ્થિત જેકિંગ પટેલ, વિરલ પટેલ, દિપસિંહ પરમાર, હર્ષ પટેલ જયપુરથી રામશ્રી શેખાવત, યશ વૈષ્ણવ , બક્ષી સોલંકી, ના હસ્તે ઇનામો અપાયા હતા.